Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભેસાણ તાલુકાના સરદારપુર ગામની ઘટના

ખેતરમાં ઘુસેલા હરણની પાછળ દોડતા કુવામાં પડી જવાથી ખેડૂતનું મોત

જુનાગઢ, તા. ૮ : ભેસાણ તાલુકાના સરદારપુર ગામે ખેતરમાં ઘુસેલા હરણની પાછળ દોડતા ખેડુતનું કુવામાં પડી જવાથી મૃત્યુ થયાનું જાણવા મળેલ છે.

 

ભેસાણ તાલુકાના સરદારપુર ગામે રહેતા પટેલ કેશુભાઇ પોપટભાઇ વઘાસીયા (ઉ.વ.પ૦) નામના આઘેડ ખેડુત રાત્રીના સમયે પોતાના ખેતરનું રખોપું કરતા હતાં.

ત્યારે જંગલમાંથી એક હરણ ખેતરમાં આવી ચડયું હતું. આથી કેશુભાઇએ હરણને ખેતરમાંથી બહાર કાઢવા માટે તેની પાછળ દોટ મૂકી હતી.

હરણ પાછળની દોટમાં ખબર ન રહેતા આ ખેડુત કુવામાં ખાબકયા હતા. આ અંગેની જાણ વહેલી સવારે થતાં કેશુભાઇએ કુવામાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. આમ એક વન્ય પ્રાણીએ લઇ ખેડુતને જીવ ગુમાવવો પડતા અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી.

સર્પદંશ

વંથલી નજીકના કણઝા ગામના બિપીનભાઇ વૃંદાવનદાસ (ઉ.વ.૩૬)નું સાપ કરડવાથી સારવાર દરમ્યાન મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે.

(11:37 am IST)