Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કચ્છીમાંડુઓ આનંદો : કચ્છથી રોઝી-મુંદ્રા અને ઓખા-માંડવી વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ થશે

ઘોઘા-હજીરા સહીત રાજ્યમાં ત્રણ નવી રો-રો ફરી સર્વિસનો પ્રારંભ કરાશે

સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. સરકાર ત્રણ નવી રો-રો ફેરી સર્વિસ શરૂ કરી રહી છે. આ ત્રણ નવી રો-રો ફેરી સર્વિસમાં કચ્છના બે સ્થળોની પસંદગી કરાઈ છે .

  કચ્છથી રોઝી-મુંદ્રા અને ઓખા-માંડવી વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ થશે. જેને લઇને આ આ અંતરમાં ઘટાડો જોવા મળશે

ગુજરાતમાં સરકાર 3 નવી રો-રો ફેરી સર્વિસ શરૂ કરશે. જેમાં કચ્છના બે સ્થળોની રો-રો ફેરી સર્વિસ અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં ઘોઘા-હજીરા, રોઝી-મુંદ્રા, ઓખા-માંડવી વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે.

   આ વિસ્તારોમાં રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ અંતરમાં ઘટાડો થશે. જો કે ઘોઘાથી હજીરાનું 397 કિમી અંતર દરિયા માર્ગે માત્ર 91 કિલોમીટરનું થશે. જ્યારે રોઝીથી મુંદ્રાનું 250 કિમી અંતર દરિયા માર્ગથી માત્ર 40 કિલોમીટરનું થશે. ઓખાથી માંડવીનું 450 કિમી અંતર દરિયા માર્ગ હવે 44 કિલોમીટરનું થશે.

(11:05 am IST)