Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ઉપલેટાના નાગવદરની સીમમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે આરોપીઓ ઝડપાયા

વર્લ્ડકપની મેચમાં એપ દ્વારા સટ્ટો રમાડતા બે શખ્શો પકડાયા અન્ય ચારની શોધખોળ

રાજકોટના ઉપલેટાના નાગવદર ગામની સીમમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્શો ૧,૧૭,૦૮ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે

  રાજકોટ રૂરલ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ક્રિકેટનો સટ્ટો રમાડતા ઈસમો પર કેસો કરવા સૂચના કરતા એલ.સી.બીના પો.ઇન્સ્પેક્ટર એમ.એન.રાણાના માર્ગદશન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા અને મનોજભાઈ બાયલને હકિકત મળેલ કે ઉપલેટા નાગવદર ગામની સીમમાં કુલદીપ લખમણભાઈ ભોપાળા આહિર Icc કિકેટ વલ્ડકપમાં ભારત અને શ્રીલંકાની મેચમાં સેસન્સ ક્રિકેટનો સટ્ટો એપ દ્રારા તથા ટી.વી પરથી સોદા કરી રમાડે છે.

   પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી રેડ કરતા કુલદીપ લખમણભાઈ ભોપાળા આહિર, રામ મેરામણભાઈ ડેર આહિરને પકડી પાડ્યા હતા જ્યારે  રાજુ નાથાભાઈ મારડીયા કુલદિપ જાડેજા  યાશીનભાઈ મહારાજ આ 4 આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બે આરોપી પાસેથી કુલ રોકડ રૂ.૧૪,૦૨૦/- તથા લેપટોપ-૧ , સેટબોકસ-૧ , મોબાઈલ નંગ-૧૬ , મો.સા-૧ મળી કુલ મુદામાલ ૧,૧૭,૦૮૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:12 pm IST)