Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ધોરાજીમાં ગાંજા સાથે ઝડપાયેલ મહિલા ૩ દિ'ના રીમાન્ડ ઉપરઃ સુરત તરફ તપાસ

ધોરાજી તા. ૮: ધોરાજીમાંથી રહેણાંક મકાનમાંથી ત્રણ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ છે ધોરાજી પો. ઇન્સ. વી. એચ. જોશીને મળેલ બાતમીના આધારે ધોરાજી બહારપુરા પાંચપીરની વાડી પાંચપીરની દરગાહ પાસે ખાટકીવાડમાં રહેતી રાબીયાબેન ઇમરાન ઉર્ફે અનિયો ઉર્ફે દેહ છકો ગરના પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં પોલીસે દરોડો પાડીને કુલ ૩,૧૬૦ કિલો ગ્રામ ગાંજો જેની કિંમત રર૧ર૦ના મુદામાલ મળી આવ્યા બાદ આરોપી મહિલાની સામે ગુન્હો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.

ગાંજા સાથે ઝડપાયેલ મહિલાના ૩ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.તપાસનીસ અધીકારી એસઓજીના પી.આઇ. પલ્લાચાર્ય અને તેની ટલીમ દ્વારા સુરત તરફ તપાસમાં રવાના હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર સૌરાષ્ટ્ર વ્યાપી નેટવર્કનો પર્દાફાશ થાય તેવી વકી રાજકોટ બાદ ધોરાજીમાંથી પણ મહિલા પકડાઇ આવનારા દિવસોમાં ગાંજો કયાંથી લેતી હતી કોણ દઇ જતું હતું કોણ કોણ બંધાણીઓ લેવા આવતા એ સહીતની અનેક વિગતો સામે તપાસ આગળ વધેલ છે અને સમગ્ર રાજયમાં નશાનો કારોબાર બંધ થાય અને યુવા પેઢી બરબાદીથી બચે એવી લોક માંગ ઉઠી છે. અને પોલીસની કામગીરી બીરદાવી હતી. (૭.ર૧)

 

(12:04 pm IST)