Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ગોંડલ પંથકમાં એસ્ટ્રોસિટી કેસનો વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે ભુટો સખીયા ઝડપાયો

મોવૈયા ગામે વોચ રાખીને દોઢ વર્ષથી ફરાર આરોપીને દબોચી લીધો

ગોંડલ પંથકમાં એસ્ટ્રોસિટીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી વિશાલ ઉર્ફે ભૂટોને ઝડપી લેવાયો છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૨૩/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૩૬૩, ૩૬૬ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(ડબલ્યુ), ૩(૨)(પ) વિગેરે મુજબનો ગુનો તા.૧૬/૦૨/૨૦૧૮ ના રોજ જાહેર થતા તેની તપાસ ડો. એસ.એસ.મહેતા, નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી.સેલ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ નાઓએ સભાળેલ પરંતુ શરૂઆતની તપાસ દરમ્યાન આરોપી ભોગ બનનારને ભગાડી ગયેલ હોય મળી ન આવતા આરોપીનુ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવી પ્રસીધ્ધ કરાવેલ પરંતુ આરોપી અને ભોગ બનનાર મળી આવતા ન હોય છેલ્લા દોઢેક વર્ષથી તપાસ પેન્ડીંગ રહેલ.

   એટ્રોસીટી એકટના પેન્ડીંગ ગુનાઓના નીકાલ બાબતે  ડી.આઇ.જી.પી સંદિપ સિહ રાજકોટ વિભાગનાઓની સુચના અને બલરામ મીણા, પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય, નાઓેએ એટ્રોસીટી એકટના પેન્ડીંગ ગુનાના નીકાલ સંદર્ભે રાખવામાં આવેલ ડ્રાઇવ અન્વયે, આ ગુનાની તપાસથી વાકેફ રાજકોટ ગ્રામ્યના, પો.હેડ.કોન્સ. અમીતસિંહ અજીતસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલ બાતમી કે ભોગ બનનાર મોવૈયા ગામે તેના પિતાને મળવા માટે આવનાર હોય જેથી ડો.એસ.એસ.મહેતા, ના.પો.અધિ. એસ.સી./એસ.ટી. સેલ દ્વારા પો.હેડ.કોન્સ. રાજુભાઇ જોષી, અમીતસિંહ જાડેજા, મહિલા પો.કો. ગીતાબેન પુરોહીત તથા ગોંડલતાલુકા પો.સ.ઇ એ.વી.જાડેજા વિગેરેની ટીમ બનાવી, જરુરી માર્ગદર્શન અને સુચના આપી ભોગબનનાર જલ્પા ડો/ઓ મનસુખભાઇ સાંડપા જાતે અનુ.જાતિ, (ઉ.વ.૧૭ ) (રહે. મોવૈયા )ની વોચમાં રહી, આ દોઢ  વર્ષ જુના પેન્ડીંગ ગુનાના નાસતા ફરતા આરોપી વિશાલ ઉર્ફે ભુટો કરશનભાઇ સખિયા જાતે પટેલ ઉ.વ. ૨૩ વાળાને તેમના છુપા રહેણાંકથી હસ્તગત કર્યો હતો .

(10:10 pm IST)