Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

તળાજા પંથકમા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર બે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા

તળાજા ભાવનગર હાઈવે પર ત્રાપજ નજીક રાજાશાહી વખતનુ બંધ મકાનમાં ગૌચર વિસ્તારમાં મોરનો શિકાર થયાનુ ફોરેસ્ટ વિભાગને જાણ થતા તળાજાના ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને ટીમ દોડી ગયા હતા અને દરોડો પાડયો હતો ત્યારે આરોપી ઓ સ્થળ પર જમોર માથુ માસ મોટરસાયકલ સહીત મુદામાલ મુકી ને ભાગી ગયા હતા અને મૂત મોરનુ પોસ્ટમોર્ટમ સાખડાસર ખાતે કરવામાં આવ્યુ હતું અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને ટીમને માહિતી મળી હતી તેના આધારે તપાસ કરતા તળાજા પંથકના રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર કરનારા બે આરોપી ને ઝડપી પાડયા હતા હિમત લાલજી પરમાર ગામ બેલા ( ઉ વ. ૩૬ )અને વિનુ હરજી પરમાર ગામ સાખડાસર (ઉ. વ ૨૮ ) બન્ને તળાજા તાલુકાના છે

 આર એફ ઓ મુકેશભાઈ વાધેલા ના જણાવ્યા મુજબ આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કામગીરીમાં આરએફઓ એમ.કે.વાઘેલા, એસ.આઈ. દેસાઈ, ડી.જી.ગઢવી, ફોરેસ્ટર જી.એલ. વાઘેલા, વાય.પી. ચાવડા, વન રક્ષક બી.જી. માયડા, આર.એલ.રસવૈયા, એમ.બી. ધાંધલ્યા, એમ.વી. સરવૈયા જોડાયા હ

(9:43 pm IST)