Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પાવી જેતપુરના કદવાલ પાસેના કાલીકુઈ ગામે ખાળકૂવામાં પડી જતા ત્રણ બાળકોના કરૂણમોત

ત્રણેય ભાઈ બહેન રમતા રમતા ખાળકૂવામાં પડી ગયા ;એક અઠવાડીયામાં બીજો બનાવ :સમગ્ર ગામમાં ઘેરો શોક

પાવી જેતપુર તાલુકાના કદવાલ પાસે કાલીકુઈ ગામે ત્રણ બાળકો ખાળકુવામાં પડી જતા મોત થયા છે. સાંજના 5 વાગ્યે ત્રણેય ભાઈ બહેન રમતા રમતા ખાળકૂવામાં પડી જતા ત્રણેય બાળકોના મોત થયા હતા.

   એક જ અઠવાડિયામાં કદવાલમાં બીજો બનાવ બનતા પંથકમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. નાના એવા ગામમાં એક સાથે ત્રણ બાળકોના મોત થતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

(8:07 pm IST)