Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કચ્છમાં કાંટાળી ઝાડીમાં નવજાત શિશુ મળ્યું : શરીર ઉપર કીડી-મંકોડા કરડી ગયા

બાળકને ડીહાઈડ્રેશનની તકલીફ: ઓક્સિજન સપોર્ટ આપી બાળકને રામબાગ હોસ્પિટલમાં ખસેડ્યું

કચ્છમાં અજાણી વ્યક્તિએ જાણ કરતાં 108ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કાંટાળી ઝાડીમાં સાત-આઠ દિવસ અગાઉ જન્મેલો નવજાત બાળક પડ્યો હતો. શરીર ઉપર કીડી-મંકોડા કરડી ગયા હતા. શરીરમાંથી પાણી ઓછું થઈ જવાના કારણે બાળકને ડીહાઈડ્રેશનની તકલીફ થઈ હતી તે અત્યંત નાજૂક હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતું હતું

  . 108ની ટીમે તુરંત ઓક્સિજન સપોર્ટ આપી બાળકને રામબાગ હોસ્પિટલમાં ખસેડ્યું હતું. તબીબી સારવાર શરૂ થયા બાદ બાળકની તબિયતમાં સુધારો આવતા તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયું છે. ઘટના અંગે પોલીસે બાળકને ત્યજી જનારી અજાણી માતા વિરુધ્ધ ગુનો નોંધી તેને શોધવા તજવીજ શરૂ કરી છે

(6:21 pm IST)