Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ધોરાજીના ભાડેરના જીવનભાઈ સાંગાણીની શ્રદ્ધાંજલિ સભામાં પાંચ હજારથી વધુ લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

કેબિનેટમંત્રી જયેશભાઇ રાદડિયા,ધારાસભ્ય લલિત વસોયા,ભીખાભાઇ જોશી,પ્રવીણભાઈ માકડીયા સહિતના ઉપસ્થિત

ધોરાજી તાલુકાના ભાડેર ગમે પટેલ જીવનભાઈ સાંગાણીની હત્યાના સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ધોરાજી સમસ્ત સમાજ દ્વારા પોલીસ સુરક્ષા કવચ વચ્ચે યોજયેલ શ્રદ્ધાંજલિ સભામાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા રાજકીય આગેવાનોની હાજરીમાં સૌરાષ્ટ્રમાં વ્યાપેલ ગુંડાગીરી સામે લડવા સંગઠિત થવા આહવાન કરાયું હતું

 આ વેળાએ કેબિનેટમંત્રી જયેશભાઇ રાદડિયાએજણાવ્યું હતું કે ભાડેર ગામના પ્રશ્ને સતત દોઢ મહિનાથી સંપર્કમાં હતો આ બાબતે આપણે સૌએ સંગઠિત થઈને આગળ વધવું પડશે સરકારમાં પણ રજૂઆત કરું છું અને આગેવાનો સાથે પણ બેઠક કરીને રણનીતિ ઘડીશું

  ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે ભાડેરના રાજ્યમાં એક સમયે બેફામ વકરેલી ગૂંડાગર્દીને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે એક મહિનામાં ડામી દીધી હતી આજે ફરી ગુંડાગીદરી માથું ઊંચક્યું છે તમામ સમાજના સાથ અને સહકારથી ધારાસભ્ય બન્યો છું ત્યારે ગુંડાગીરી સામે લડવા સમાજના લોકોસાથે રહીને હોદ્દાનો ત્યાગ કરતા પણ અચકાઈશ નહીં

  પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાએ જણવ્યું કે ભાડેર ગામનો જમીન વિવાદ છેલ્લા ત્રણ વર્ષથી પાટણવાવ પોલીસ સામે છે અનેક વખત રજુઆત કરી છે પરતું પોલીસ પણ ગુંડાઓના રક્ષણની કામગીરી કરતી હોય તેવો માહોલ રહયો છે

   જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ જણાવ્યું હતું કે ભાડેરના હત્યાને વખોડી કાઢીને ગુંડાગીરી સામે લડવા સુર વ્યક્ત કર્યો હતો

વેળાએ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ પટેલયાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી,ખોડલધામ સમિતિ અને બિન અનામત નિગમના ચેરમેન હંસરાજભાઇ ગજેરા,જેતપુરના રાજુભાઈ હિરપરા,ઉપલેટાના માવજીભાઈ પટેલ જેતપુરના મનસુખભાઈ કારિયા હસમુખભાઈવઘાસીયા વગેરે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી

(9:38 pm IST)