Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

હળવદના સુંદરગઢ ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો : 1.45 લાખનો મુદામાલ જપ્ત : પાંચ આરોપી ફરાર

હળવદના સુંદરગઢ ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી ૧.૪૫ લાખનો મુદામાલ જપ્ત  કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે પાંચ આરોપીઓ ફરાર થયા છે 

   મળતી વિગત મુજબ હળવદના સુંદરગઢ ગામ નજીક બ્રહ્મણી નદીના કાંઠે આવેલ હોકળામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે દેશી દારૂ લીટર ૨૫૦ કિંમત ૫૦૦૦, ૩૫૦૦ લીટર આથો કિંમત ૭૦૦૦, સાધનો, ૪ બાઈક મળીને ૧.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

  દરોડા દરમિયાન આ કામના આરોપી રમણિક કાળું કોળી, બાબુ બેચર કોળી, દેવા બાબુ કોળી, રાજેશ લાલજી કોળી અને ગણેશ બચુ ચરમાળી નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:43 pm IST)