Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ગોંડલ :જામવાડી જીઆઇડીસીમાં ઊર્જા બચત કાર્યક્રમ યોજાયો

ગોંડલ :ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગાંધીનગર તેમજ ગોંડલ જીઆઇડીસી 2 ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન દ્વારા ઊર્જા બચત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઈલેક્ટ્રીક સીટી બિલ ઘટાડવા, કેપેસીટર apfc નુ મહત્વ તથા પાવર નું મહત્વ મોટર તથા એર કમ્પ્રેસર ઊર્જા બચત, બોઇલર તથા ફર્નેસમા ઊર્જા બચત, પંપ કુલિંગ ટાવર તથા ચીલરમાં ઊર્જા બચત, સોલાર રુફ ટોપ ની માહિતી તથા ફાયદા વિગેરે વિષયો ઉપર ચર્ચા કરાઈ હતી
  આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ ઈલાબેન ડોબરીયા તેમજ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા સહિતનાઓ હાજર રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા દિનેશ કોટડીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(8:11 pm IST)