Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

સુરેન્દ્રનગરના મૂળીના સોમાસર ગામમાં ઉકરડા બાબતે થયેલ મનદુઃખના કારણે બે રાઉન્ડ ફાયરિંગથી દોડધામ: ઘટના સ્‍થળે પોલીસના ધાડા

 સુરેન્દ્રનગર: મૂળી તાલુકાનાં સોમાસર ગામે અગાઉ દસ મહિનાં પહેલા થયેલ ઉકરડા લેઇ લેવા બાબતે ઝઘડાનું મન દુ:ખ રાખી પેરોલ પર છુટેલા શખ્સ સહિત પાંચ જેટલા શખ્સોએ બંદુકમાંથી બે જેટલા રાઉન્ડ ફાયરીંગ કરાતા દોડધામ મચી ગઇ હતી. પરંતુ સદનસીબે માત્ર એક જ શખ્સને કોણીનાં ભાગે સામાન્ય ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જ્યારે સ્થળ પર પોલીસનો કાફલો પહોંચી વિવિધ તપાસ આરંભી હતી.

મૂળી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મારામારી અને ઝઘડાનાં બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ દિનદહાડે ફાયરીંગનાં બનાવો બની રહ્યા છે. ત્યારે મૂળી તાલુકાનાં સોમાસર ગામે રહેતા હમીરભાઇ ભીખાભાઇ ખાંભલા સોમાસર હાઇવે પર હોટલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે અગાઉ દસ મહિના પહેલા ગામનાં જ ખોડાભાઇ પગીનાં મોબાઇલમાં સઇડાનાં લખુભાઇ કાઠીનો ફોન આવેલ કે ખળાવાડમાં જે ઉકરડો તું નાંખે છે તે લઇ લેજે અને જમીન ખાલી કરી દેજે નહીતર તને અને હમીર ખાંભલાને ફાયરીંગ કરીને મારી નાંખીશ. બાદમાં શનિવારે સવારે તેઓ હોટલ પર હતા ત્યારે લખુભાઇ કાઠી અને અન્ય અજાણ્યો શખ્સ બાઇક લઇ કનુભાઇ નાગભાઇ કાઠી પ્રતાપભાઇ નાગભાઇ કાઠી ઉગાભાઇ દડુભાઇ કાઠી દરબાર હોટલ પર આવ્યા હતા અને ફાયરીંગ કરેલ. પરંતુ હમીરભાઇ નિચે નમયા હતા કોઈ ઇજા થઇ ન હતી અને દીવાલમાં ખાડા પાડી દિધેલ અને બાદમાં ખોડાભાઇ કોળી પર ફાયરીંગ કરતા તેમનાં પાસેથી ગોળી નિકળી બાજુમાં આવેલ દુકાનમાં જતા તેને તોડી નાંખેલ અને રસોઇ બનાવાતા રાજસ્થાનનાં હેમુભાઇ મારવાડીને કોણીનાં ભાગે સામાન્ય ઇજાઓ પહોંચતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મૂળી પોલીસ મથકે જાણ થતા પીએસઆઇ ડી.બી.ઝાલા ડીવાયએસપી વસાવા સહિત નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જઇ તપાસ આરંભી હતી.

(1:55 pm IST)