Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ડેરવાણમાં બે શખસોનો કુહાડીથી હુમલો

જુનાગઢ.:  ખામધ્રોળની અર્જૂનપાર્ક સોસાયટીમાં રહેતો લખમણ પૂંજાભાઇ સોલંકી તથા તેના મિત્ર કારમાં ડેરવાણમાં ખેતરે જઇ રહ્યા હતા ત્યારે ડેરવાણના જશુ ગંભીર ભાટી અને જગુ ગંભીર ભાટીએ કાર રોકાવી પૈસા આપવા માંગણી કરી હતી. પરંતુ પૈસા આપવાનો ઇન્કાર કરતા જશુએ ઉશ્કેરાઇ ગોવિંદભાઇ ઉપર કુહાડી વડે હુમલો કરી અડધું કાંડુ કાપી નાખ્યું હતુ. જગુએ ધારીયા વડે હુમલો કરી હાથમાં ગોવિંદભાઇને ફેકચર કરી બન્ને નાસી ગયા હતા.  તાલુકા પોલીસે લખમણભાઇની સોલંકીની ફરિયાદના આધારે બન્ને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:36 pm IST)