Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ખંભાળિયાઃ ચોરાયેલા ઘઉં સાથે ચાર ઝડપાયા

ખંભાળિયા સ્ટેશન રોડ ઉપર આવેલ સરકારી ગોડાઉનમાંથી  ગત તા. ૧ ના રોજ  સાંજના સમયે  ઘઉંના ૧પ કટૃા કોઇ અજાણ્યા શખસો ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદની તપાસ દરમિયાન  પોલીસ પેટ્રોલીંગમાં હતા તે સમયે મળેલી બાતમીના આધારે સલેમાન મામદ સંધાર રહે. સલાયાને પુછપરછ કરતા તેણે અને જુનસ આમદ સંધાર, ફિરોઝ તૈયબ શેખ તથા અકબર આમદ સંધારે મળીને  ઘઉંના બાચકા સરકારી ગોડાઉનમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા તમામ આરોપીઓને રૂ.૧૩,૧રપ ના મુદામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:36 pm IST)