Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

દ્વારકા પાસે કાર અકસ્માંતમા હોટલ માલિક-યુવતીનું મૃત્યુઃ બે ઘાયલ

ખંભાળિયા. :  ભાણવડ તાબેના નવાગામે રહેતા અને દ્વારકા-પોરબંદર હાઇવે પર આવેલી અમીધારા હોટલના માલિક જેનીશભાઇ પટેલ તથા  સ્ટાફના  જામનગરમાં રહેતી હેતલબેન બાલુભા ગોહીલ, વનાળાના વિજય ભોલાભાઇ કરમુર અને હીરેન  રવજીભાઇ સાંકટ સહીતના જેનીશભાઇ પટેલની કારમાં બેસી નીકળ્યા હતા. અને કુરંગા વિસ્તારમાં આવેલી હોટલે ચા-નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. અને બાદમાં રવાના થયા હતા. દરમિયાન  કારચાલર જેનીશભાઇ પટેલએ  સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ ઉપર ડીવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજા થવાથી  કારચાલક જેનીશભાઇ પટેલ અને  જામનગરની હેતલબેન ગોહીલનું  મૃત્યુ નિપજયું હતુ. જયારે વિજય કરમુર અને  હીરેન સાંકટને  ઇજા થવાથી  હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે વિજય કરમુરની ફરીયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

(12:35 pm IST)