Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મહાન ગણિત -વિજ્ઞાનઋષિ આર્યભટ્ટ

મારા ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રના સંશોધનના પાયામાં મહાન વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ આર્યભટ્ટ ગ્રંથો છે : આલ્બર્ટ આન્સ્ટાઇન

ગુપ્તકાલીન ભારતીય ઇતિહાસ 'ભારતના સુવર્ણયુગ' તરીકે સુવિખ્યાત છે. એ સમયે ભારતમાં સાહિત્ય અને કલા સોળે કળાએ ખીલી ઉઠેલ અને વિકાસની ચરમ-સીમાને આંબી ગયેલ. આ કાળમાં જ ભારતીય વિજ્ઞાને વ્યોમવિહાર આદર્યો. એ કાળના ખગોળ વૈજ્ઞાનિકો, જયોતિષ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓમાાં ઋષિ આર્યભટ્ટનું સ્થાન ગ્રહમાંડલ વચ્ચે બિરાજમાન સૂર્યસમાન હતું.

પ્રાચીન યુગના મહાન ગણિતજ્ઞ અને વૈજ્ઞાનિક આર્યભટ્ટનો જન્મ ઇ.સ. ૪૭૬ માં કુસુમપુર (પાટલીપુત્ર)માં થયો હતો. પાટલીપુત્ર એટલે આજના બિહારનુું પાટનગર પટણા. સર્વોચ્ચ ગણિતજ્ઞ આર્યભટ્ટે લખેલા ત્રણ ગ્રંથો મળી આવ્યા છે : (૧) આર્યભટ્ટીય (આર્ય સિધ્ધાંત) (૨) દશ ગીતિકા અને (૩) તંત્ર.

 'આર્ય સિધ્ધાંત' ઇ.સ. ૪૯૯ ના લખેલ ત્યારે તમની ઉમર ફકત ૨૩ વર્ષની હતી. 'સૂર્ય સિધ્ધાંત' જયોતિષશાસ્ત્ર માટેનો એક પ્રમાણિત અને આધારભૂત ગ્રંથ ગણાય છે. તેઓએ પૃથ્વીના આકાર, ગતિ અને પરિઘનુંં સચોટ અનુમાન કયુું હતું. ચંદ્ર અને પૃથ્વીનો પડછાયો પડવાથી ગ્રહણ થાય છે, તેવું સાબિત કરનાર તેઓ વિશ્વના પ્રથમ ખગોળશાસ્ત્રી હતા. પરંતુ આ શોધોનું માન ૧૬ સદીમાં યુરોપના વૈજ્ઞાનિકો કોપરનિકસ અને ગેલિલીયોના નામે નોંધાયું છે તે આપણા માટે દુઃખદ બાબત છે.

આર્યભટ્ટ બીજગણિતના જનક ગણાય છે તેમજ ત્રિકોણમિતિના પણ અવિષ્કર્તા હતા. એમણે ત્રિકોણમિતિ માટે અનેક સૂત્રોનું સંશોધન કયુું હતું. પ્રાચીન સમયમાં ગણિત અને ખગોળ એકબીજામાં સંમિલિત હતા. આર્યભટ્ટે તે બંનેને જુદા પાડયા અને ગણિતને તેમણે એક સ્વતંત્ર શાસ્ત્રનો દરજ્જો અપાવ્યો. તેમજ આર્યભટ્ટ પહેલા ગણિતજ્ઞ હતા કે જેમણે ગણિતમાં પાઇનો પ્રયોગ કયો અને પાઇનું મૂલ્ય ૧.૧૪૧૬ આપનાર પહેલા આર્યભટ્ટ હતા. એમણે જે વર્ષમાન નક્કી કયો તે વિશ્વના ખગોળશાસ્ત્રીઓએ નક્કી કરેલા વર્ષમાન કરતાં વધારે સ્પષ્ટ છે. આર્યભટ્ટની ગણતરી પ્રમાણે વર્ષમાં ૩૬૫.૨૫૮૬૮૦૫ દિવસો હોય છે. એ આધુનિક કાલગણના સાથે ખુબજ સામ્ય ધરાવે છે. તેમના ગ્રાંથમાં 'શૂન્ય'નો ઉપયોગ સારામાં સારી રીતે કરી સંખ્યા બનાવવાની એક નવી પધ્ધતિ વિકસાવી હતી. આર્યભટ્ટે વિશ્વવિખ્યાત નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કયો હતો. ગુપ્તવંશના રાજવી બુદ્ધગુપ્તે આર્યભટ્ટથી પ્રભાવિત થઈને તેમને નાલંદા વિદ્યાપીઠના વડા બનાવ્યા હતા. તેમને ભવ્ય અંજલી આપવા માટે ભારત સરકારે ઇ.સ. ૧૯૭૫ માં છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ 'આર્યભટ્ટ' રાખ્યું હતું. એમનું અવસાન ૭૪ વર્ષની વયે ઇ.સ. ૫૫૦ માં થયું. ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જયોતિષશાસ્ત્રમાં પાયાના સંશોધનો કરી વિશ્વમાં ભારતવર્ષને ગૌરવ અપાવનાર મહાન ઋષિવયને કોટિ-કોટિ વંદન. 

 : પ્રેષક :

બી.જી.કાનાણી

પ્રિન્સીપાલ શ્રી ઉમિયાજી મહિલા કોલેજી-ધ્રોલ

(12:14 pm IST)