Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સાવરકુંડલામાં ૭૦ હજારનું વ્યાજ અઢી લાખ ચુકવ્યું છતા રપ હજાર માંગી ધમકી

અમરેલી, તા., ૮: સાવરકુંડલાના મહુવા રોડ ઉપર બાઠડા ગામના છગન માંડણભાઇ બારૈયા નામના શખ્સે અજીત કેશુ પટેલ રે. ધજડી પાસેથી ૭૦ હજાર રૂપીયા વ્યાજે લીધેલા હોય જે રકમ સહીત અઢી લાખ વ્યાજ ચુકવી આપ્યા બાદ  રપ હજાર બાકી રકમ પ્રશ્ને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

 જુગારના ત્રણ દરોડા

ધારીના તેજપાલ ગામમાં અજય દેવા, વાઘેલા સહીત ત્રણને કિ. રૂ. ૩૩૦૦, રાજુલામાં રફીક બાલુ શેખડા ત્રણને ૧૭૧૦નો ધારીના ગઢીયામાંથી દીલુ બચુ ધાખડા સહીત નવને ૧૦પ૭૦નો જુગાર રમતા પોલીસે રેઇડ પાડી ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.

દાતરડીમાં બંધ મકાનમાં ચોરી

રાજુલા પંથકના દાતરડીમાં રહેતા અને રાજુલા નોકરી કરતા કાંતીભાઇ પ્રેમજીભાઇ બાકરીયાના બંધ મકાનમાં કોઇ અજાણ્યા તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના કુલ કિ. રૂ. ૪પપ૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ રાજુલા પોલીસમાં થવા પામી હતી.

રાજુલામાં ચીલઝડપ

રાજુલા પંથકના કડીયાળી ગામે રહેતા લાખા દેવશીભાઇ નકુમ આહીર રાજુલામાં ૬પ હજાર ભરેલી રોકડ રકમની થેલી  લઇ જઇ રહયા હતા ત્યારે એક અજાણ્યા મોટર સાયકલ ચાલક ફુલ સ્પીડ ઝડપે આવી હાથમાં રહેલ થેલીની ચિલઝડપ કરી લઇ ફરાર થઇ ગયાની ફરીયાદ રાજુલા  પોલીસમાં થવા પામી હતી.

અમરેલી નજીક લીઝ વગર રેતી ચોરી કરી જતા ત્રણ ઝડપાયા

અમરેલી નજીક લીલાવદર ગામ પાસે લીક વગર રેતીથી ટન ચોરી કરી લઇ જતા શૈલેષ જીણા સાકરીયા સહીત ત્રણ રે. બોરાખા પોલીસને હાથે ઝડપાતા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)
  • જાણીતા પંજાબી ગાયક શ્રી દલેર મહેંદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી access_time 11:07 pm IST

  • પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST

  • રાજકોટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની વિમાની સેવા હવે અઠવાડીયામાં ૩ દિવસ જ ઉડશે : જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૯૦ દિવસ માટે આ કાપ ઝીંકાયો છે : મંગળ - ગુરૂ - શનિવારે ફલાઈટ ચાલુ રહેશે access_time 5:48 pm IST