Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સાસણનો આજીવન કેદનો પેરોલ ઉપર રાજકોટ જેલનો સાત માસથી ફરાર દેવીપુજક શખ્સ ધ્રાંગધ્રામાં ઝડપાયો

વઢવાણ તા ૮  :  સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના આધારે આર.બી. દેવધા, નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડિવીઝનના ઓના માર્ગદર્શન હેઠળ, સ્કવોર્ડના એ.એસ.આઇ. આર.ડી. ભરવાડ તથા એ.એસ.આઇ. બાલજીભાઇ આર. પરમાર તથા હેડ કોન્સ. ચેતનભાઇ ગોસાઇ તથા ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. ના પો.કોન્સ. દશરથભાઇ રબારી તથા અશોકભાઇ શેખવા વિગેરે ધ્રાગંધ્રા સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન તલાળા બી. ડીવીઝન  પો.સ્ટે. જી. ગીરસોમનાથ ફ.ગુ.ર.નં. ૨૯/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિગેરે ગુન્હાના કામે આરોપી મુકેશભાઇ સુરાભાઇ સોલંકી (દેવી પુજક) રહે. સાસણ વાળાને આજીવન કેદની સજા થયેલ હોય અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય, જે આરોપી ગઇ તા. ૦૧/૧૧/૧૮ ના રોજ વચગાળાના જામીન રજા ઉપર જેલ મુકત થયેલ અને તા. ૧૫/૧/૨૦૧૮ ના રોજ પેરોલ રજા ઉપરથી જેલ ખાતે હાજર થવાનું હોય, પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર નહીં થઇ અને છેલ્લા સાત માસથી પેરોલ જમ્પ ફરાર થયેલ હતો. જે આરોપીને ડી.સી.ડબલ્યુ સર્કલ, ધ્રાંગધ્રા ખાતેથી પકડી પાડેલ છે, અને મજકુર આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપવા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:43 pm IST)