Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુરેન્દ્રનગરમાં એકલવાયુ જીવન જીવતા સાધુનુ મોતઃ 'લૂ' લાગ્યાની ચર્ચા

વઢવાણ, તા. ૮ :. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે જિલ્લામાં અગનવર્ષા વરસી રહી છે. જિલ્લાની બજારો બપોરે ૨ થી ૬ સુધી સુમસામ જોવા મળી રહી છે, ત્યારે હાલ જિલ્લામાં અગનવર્ષાના કારણે અનેક પશુઓ અને પક્ષીઓના મોત નિપજયા છે. સુરેન્દ્રનગરના લીમડી પાસે થોડા દિવસ પહેલા ૧૨૫ નાના જાનવરના મોત ગરમીના કારણે થયા હતા.

ત્યારે ગઈકાલે બપોરના સમયે જિલ્લાનુ તાપમાન ૪૫.૩ એ પહોંચ્યુ હતુ ત્યારે બપોરના સમયે કોઈ કારણોસર એક ભિક્ષુક વૃદ્ધનું મોત નિપજ્યુ હતું ત્યારે આ વૃદ્ધને સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પીટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે કયા કારણોસર મોત નિપજયુ તે હવે પીએમ રીપોર્ટ બાદ જાણવા મળશે તેમ ડોકટર દ્વારા જાણવામાં આવ્યુ હતું.

(1:43 pm IST)