Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોમાં અસુવિધાથી હોબાળો

વઢવાણ, તા. ૮ : સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં સમસ્યા સર્જાયેલ છે. જેમાં શૌચાલયમાં મુસાફરો સાથે લૂંટ ચલાવાય છે. શૌચાલયમાં વધુ રકમ પડાવાય છે. જયારે સાફ સફાઇનો અભાવ છે. પાછળના ભાગમાં મળના ખાળકુવા ઉભરાયા છે અને દેશી દારૂની અસખ્ય કોથળીઓ  રોડ રસ્તા ઉપર કાઢવામાં આવતા બસ સ્ટેન્ડમાં દુર્ગંધ સહિતની સમસ્યા તો  પાણીની પરબ બંધ હાલતમાં પરબમાં પાણીના ભરેલી બોટલો કોની-જયારે મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા પણ નથી. પાણીની સગવડ નથી. મુસાફરો ભારે પરેશાન થઇ ઉઠયા છે.

પૂર્વ ધારાસભ્ય એરપાર્ટ સમાજ બસ સ્ટેન્ડ બનાવવાના સ્વપ્ના શહેરીજનોને બતાવી ટર્મ પૂર્ણ કરી છતાં ૧૦ વર્ષમાં બસ સ્ટેન્ડનું ખાતમુર્હત પણ ન કરાવી શકયા.

હાલના ધારાસભ્યને ધનજીભાઇ પટેલને સીનીયર સીટીજનના રાદેવભાઇ અને ઘનશ્યામભાઇ અશોકભાઇ પારેખ બસ સ્ટેન્ડ માટે રજૂઆત કરવા ગયા ત્યારે સાંભળવામાં ન આવતા સીનિયર સીટીજન પણ લાલઘુમ થયા હતા આમ ઘણી સમસ્યાઓથી ઘેરાયેલ આ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ મુસાફરો ત્રાહીમામ પોકારી ફરજીયાત ખાનગી વાહન ખાનગી બસમાં જવા માટે પ્રેરીત બની રહ્યા હોવાનું હાલ અંતમાં ગિરીરાજસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવેલ હતું.

(1:42 pm IST)