Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જામકંડોરણાના જામદાદરમાં માધાભાઇ તેની પત્ની જીલુબેન અને પુત્ર ભરત પર હુમલો

પુત્રવધુના આડા સંબંધ બાબતે માધાભાઇ સમજાવવા જતા શીવો, શંભુ, કાંતી, રામસીંગ અને જેરામે મારમાર્યો

રાજકોટ તા. ૮ : જામકંડોરણાના જામદાદર ગામમાં પુત્ર વધુના આડા સંબંધ બાબતે સમજાવવા જતા દેવીપુજક દંપતી અને તેના પુત્ર પર પુત્રવધુના પ્રેમી સહિત પાંચ શખ્સોએ પાઇપ વડે મારમારતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

મળતી વિગત મુજબ જામદાદર ગામમાં રહેતા માધાભાઇ રાયમલભાઇ વાઘેલા (ઉ.૪પ) તેની પત્ની જીલુબેન (ઉ.૪ર) અને પુત્ર ભરત માધાભાઇ વાઘેલા (ઉ.રપ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે ઘર પાસે રહેતો શીવો દેવીપુજક તથા કાંતી, શંભુ, રામશીંગ, અને જેરામ ઘર પાસે આવી ત્રણેયને પાઇપ વડે માર મારતા ત્રણેયને ઇજા થતા સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાંમાધાભાઇના પુત્ર મગનની પત્ની રેખાને શીવા દેવીપુજક સાથે આડાસંબંધ હોઇ તેથી તેને સમજાવવા જતા શીવા સહિત પાંચેય શખ્સેએ હુમલો કર્યો હોવાનું માધાભાઇ વાઘેલાએ જણાવ્યું હતું આ અંગે જામકંડોરણા પોલીસે તપાસ આદરી છે

(2:43 pm IST)