Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભુજના બાવાજી યુવાન ઉપર છરી વડે હુમલો થતાં ચકચાર

વિનોદ ગાલા દ્વારાભુજ :: ભુજના હંગામી આવાસમાં રહેતા ૧૭ વર્ષીય બાવાજી યુવાન ઉપર છરી વડે થયેલા હુમલાએ ચકચાર સર્જી છે. દર્શીતગીરી સુધીરગીરી ગોસ્વામી નામના યુવાન ઉપર માંડવીના કેતનભારથી મોહનભારથી ગુંસાઈ નામના યુવાને પેટના ભાગે છરી હુલાવીને તેને ઘાયલ કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાન બેભાન હોઈ હાલના તબક્કે હુમલાનું કારણ જાણવા મળ્યું નથી. પણ, ચર્ચાતી હકીકતો મુજબ હુમલાખોર માંડવીના યુવાનની ભુજમાં સગાઈની વાતો ચાલતી હોવાનું અને આ બાબત હુમલા માટે કારણભૂત હોવાની ચર્ચા છે. જોકે, પોલીસે તપાસ શરૂ કરી છે, અને હુમલાના કારણોની માહિતી મેળવવા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી માંડવીમાં રીક્ષા ચલાવતો હોવાનું જાણવા મળે છે.

(12:39 pm IST)