Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઉપલેટાની ન્યુ લાઈફ હોસ્પિટલના નિષ્ણાંત ડો.બ્રિજેશ મોડીયા ટુડીઈકો ફેલોશીટમાં દ્વિતીય સ્થાને

ઉપલેટા, તા. ૮ : ન્યુ લાઈફ હોસ્પિટલના નિષ્ણાંત સેવાભાવી યુવા તબીબી ડો.બ્રિજેશ મોડીયાએ ટુડીઈકો ફેલોશીપમાં ભારત અને નેપાળ સહિત દેશના ૧૮થી વધુ ડોકટરો ઉપસ્થિત રહેલ. જેમાં બીજો નંબર મેળવી સૌરાષ્ટ્ર સહિત ઉપલેટાનું ગૌરવ વધારેલ છે.

સ્પર્ધા ટોપટેનમાં પ્રાપ્ત કરનાર ગુજરાત રાજયની પ્રથમ હરોળની સિમ્સ હોસ્પિટલમાં યોજાયેલ હતી. જેમાં ભારત નેપાળ સહિત અન્ય દેશોના ૧૮થી વધુ ડોકટરોને ભાગ લેવામાં પસંદ કરવામાં આવેલ હતા. તેમાં ગુજરાતના એમ.ડી. ડોકટરો સહિત ડો.બ્રિજેશ મોડીયાએ ભાગ લીધેલ હતો અને બીજા નંબર મેળવેલ તે બદલ તેમને શિલ્ડ પ્રમાણપત્ર સહિતનો મોમેન્ટો આપી નવાજવામાં આવેલ. આ તકે ડો.બ્રિજેશ મોડીયાએ જણાવેલ કે ટુડીઈકો ફેલોશીપ ગુજરાત નંબર વન હોસ્પિટલ સિમ્સના યજમાનપદે યોજવામાં આવેલ. આ પદ્ધતિમાં શરીરીનું મહત્વનું ગણાતું અંગ હૃદયની નાનામાં નાની અને જીણવટભરી તપાસ કરી યોગ્ય સારવાર કરવામાં આવે છે. તેમને સૌરાષ્ટ્રભરના નામાંકિત તબીબો મિત્રો વેપારીઓ ઉદ્યોગપતિઓ સહિતનાઓ દ્વારા શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(11:35 am IST)