Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મોરબીમાં 'જાણતા રાજા' મહા નાટકનો શો હાઉસફુલઃ ભારત માતા મંદિર માટે કરોડોનું દાન

મોરબીઃ મોરબીમાં અંદાજે પ૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ભારત માતા મંદિરના લાભાર્થે માતૃભુમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત મહારાજા શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર આધારીત જાણતા રાજા નાટકના ર-પ થી૯-પ સુધી દરરોજ રાત્રે સાડા આઠ કલાકે મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ ન્યુ એરા સ્કુલની સામે નાટકનુંભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના આજ દિન સુધીમાં છ શો હાઉસફુલ જોવા મળ્યા હતા.  જેમા સમગ્ર મોરબી જિલ્લો અને  અને સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાંથી દુર દુરથી આ મહાનાટક જોવા માટે લોકો મોરબી ખાતે ઉત્સાહભેર આવી રહયા છે અને આ નાટકને જબરો લોકપ્રતિસાદ મળી રહયો છે. જેમાં ગઇકાલે પાંચમા દિવસે આ નાટકને જોવા લોકો ઉમટી પડતા આયોજકોને વ્યવસ્થા કરવામાં ભારે મુશ્કેલીપડી હતી. ત્યારે છેલ્લા બે દિવસ આ નાટકના રહયા છે ત્યારે લોકો દ્વારા ટિકિટના બુકિંગ જોરશોરથી કરી રહયા છે ભારત માતાના મંદિરના નિર્માણ માટે યોજાઇ રહેલા આ મહાનાટકમાં સહભાગી થવા રાજકીય નેતાઓ મંત્રીઓ મોરબીના ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવો ખુદ ટિકિટ લઇને આ મહાનાટકને નિહાળવા માટે આવી રહયા છે અને સૌ કોઇ આ મંદિરના નિર્માણમાં સહભાગી  થવા ટિકિટો લઇ પોતાનું યોગદાન આપી રાષ્ટ્રભાવના જાગૃત કરી છે ૩૦૦૦ ફૂટના અદભુત સ્ટેજ પર રપ૦ કલાકારોનો કાફલો હાથી - ઘોડા ઉંટ શિવાજી મહારાજ જીવન વૃતાંત ભજવીરહયા છે. આ અંગે માતૃભુમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મહાનાટક જોવા લોકોમાં ઉમેરો રાષ્ટ્રપ્રેમ ભાવના જોવા મળી રહયો છે અને  જેથી આ નાટકનું આયોજન ૮ તારીખ સુધી કરવામાં આવ્યું હતુ અને આ લોકોની રાષ્ટ્રભાવનાને ધ્યાનમાં લઇને એક દિવસ  વધુ નાટક યોજાશે. તેમ જણાવ્યું હતું અને આ તકે માતૃ-ભુમિ વંદના ટ્રસ્ટના રાષ્ટ્રભકતોનો આભાર વ્યકત કર્યા હતો.

(3:36 pm IST)