Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ગાંધીધામથી અનેક ગુન્‍હામાં સંડોવાયેલ ધર્મેન્‍દ્રસિંહ રાજપૂત પિસ્‍તોલ સાથે ઝડપાયો

ભુજ, તા.૮: અમદાવાદ અને કચ્‍છમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા ધર્મેન્‍દ્રસિંહ રામસ્‍વાર્થસિંહ રાજપૂત નામનો રીઢો ગુનેગાર ગાંધીધામ પોલીસના હાથે પિસ્‍તોલ સાથે ઝડપાઇ ગયો હતો.

ધર્મેન્‍દ્રસિંહ રાજપૂતની સામે ગાંધીધામ, આદિપુરા અંજારમાં ગુનાઓ નોંધાયેલ છે તે ઉપરાંત અમદાવાદ પોલીસ મથકે પણ વિવિધ ગુનાઓ નોંધાયેલ છે. તે ખૂન, ખંડણી અને અપહરણનાં આરોપોનો રીઢો ગુનેગાર છે.

(11:38 am IST)