Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

તળાજા નગર વિકાસ માટે રૂ.૫૬ લાખ ફાળવાયા પીવાના પાણી માટે તેમજ અન્ય સુવિધાઓ માટે વપરાશે

ભાવનગર તા૮: તળાજા નગર પાલિકાને આજે રાજય સરકાર દ્વારા વિકાસના કામમો માટ રૂે છપન લાખ ની ગ્રાંટ ફાળવવાનો ચેેક આપવામાં આવ્યો છે. ગ્રાંટની રકમનો ચેક  સ્વીકારવા પ્રમુખ, ચુંટાયેલા સભ્યો,ચિફ ઓફિસરને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા.

સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે તળાજા નગરના વિકાસ માટે રાજય સરકાર તરફથી  પાલીકા પ્રમુખ દક્ષાબા સરેન્દ્રસિંહ સરવૈયા, ઉપ પ્રમુખ દિનેશભાઇ પરમાર ,ચિફ ઓફિસર સહીતના એ ગાંધીનગર બોલાવીપ૬લાખનો ચેક આપવામાં આવ્યોે હતો.

સુરેન્દ્રસિંહ સરવૈયા  એ જણાવ્યું હતુ કે સરકારની સુચના પ્રમાણે અત્રે તળાજા વાસીઓને  શેત્રુંજી ડેમથી સસ્તુ પાણી મળી રહે તે માટે પાઇપ લાઇન નાખવા સહીતની સુવીધાઓ પાછળ આ રકમ વાપરવામાં આવશે.

તળાજા નગર રસ્તા, સ્ટ્રીટ લાઇટ, નળ,ગટર જેવી પાયાની સૂવીધાથી સજ્જ છે ત્યારે મોડલ નગર બને તેવી લોકોની લાગણી જોવામળી રહી છે.

(10:07 am IST)