Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા તરીકે કિશોરભાઈ મકવાણા: સૌરાષ્ટ્ર ઝોન ભાજપના પ્રવક્તાપદે રાજુભાઈ ધ્રુવની વરણી

સૌરાષ્ટ્ર ઝોન ભાજપના પ્રવક્તા તરીકે વર્ષોથી યશસ્વી સેવા આપી રહેલા પાયાના પથ્થર સમા રાજુભાઈ ધ્રુવ(મો. ૯૪૨૬૭૧૯૫૫૫)ની ફરી નિમણૂક જાહેર થઇ છે: દક્ષિણ ઝોન માટે જગદીશભાઈ પટેલ અને મધ્ય ઝોન માટે ડો. જ્યોતિ પંડ્યાના નામની જાહેરાત: પ્રદેશ સહ પ્રવક્તા અને ઉત્તર ઝોનના ભાજપ પ્રવક્તા તરીકે શ્રી કિશોર મકવાણાની જાહેરાત. સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર તરીકે મુકેશ દાસાણી અને સહ કન્વીનર તરીકે સુરેશ માંગુકિયાની વરણી થયાનું ભાજપ પ્રદેશ કન્વિનર મીડિયા વિભાગ યજ્ઞેશ દવે જાહેર કર્યું છે. દક્ષિણ ઝોન માટે મીડિયા કન્વીનર રાજેશ દેસાઈ, સહ કન્વીનર એડવોકેટ દિપીકા ચાવડા; મધ્ય ઝોન માટે સત્યયેન કુલાબકર અને રાજેશ પારેખ; ઉત્તર ઝોન માટે રેખા ચૌધરી અને રાજુ ભટ્ટ; ઉત્તર ઝોન અમદાવાદ-ગાંધીનગર માટે હિતેશ પટેલ અને રાજીકાબેન કચેરિયાના નામો જાહેર થયા છે.

(9:18 pm IST)