Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જુનાગઢના ડો. ચિખલીયાનું સામાજિક ઉતર દાયિત્વ, ત્રિમૂર્તિ હોસ્પિટલ સરકારને સુપ્રત કરી

૧૩૦ બેડ, ૪ ઓપરેશન થિયેટર સહિતની સુવિધા

જૂનાગઢ તા. ૮ :.. જૂનાગઢનાં ડો. ડી. પી. ચિખલીયાએ સામાજિક ઉતર દાયિત્વ નિભાવી કોરોના સામેની લડત માટે પોતાની અદ્યતન ત્રિમૂર્તિ હોસ્પિટલ સરકારને સુપ્રત કરી છે.

હાલ કોરોના મહામારીમાં ભારત સહિત વિશ્વનાં દેશોના ફસાયા છે. અને કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે સોરઠમાં કોરોનાનાં દર્દીઓને ઘર આંગણે સારવાર મળી રહે તે માટે ડો. ચિખલીયાએ સેવાકીય કદમ ઉઠાવ્યું છે.

જૂનાગઢમાં બસ સ્ટેશન પાસે આવેલ ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં વડા ડો. ડી. પી. ચિખલીયાએ જણાવેલ કે, કલેકટર ડો. સૌરભ  પારઘી, ડી.ડી.ઓ પ્રવિણભાઇ ચૌધરી,  મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, અને આરોગ્ય  અધિકારી એ ત્રિમુર્તિ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હાલ જૂનાગઢ જિલ્લામાં  કોરોના વાયરસ સંપુર્ણ કાબુમાં છે અને સદનસીબે હજુ એક પણ કેસ નોંધાયો નથી.

આમ છતાં સાવચેતીના પગલારૂપે કોરોના સંક્રમણ દર્દીઓની સારવાર સાથે ત્રિમુર્તિ હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.

૧૩૦ બેડ સાથેની ડો. ચિખલીયાની ત્રિમુર્તિ હોસ્પિટલ આજે તંત્રએ સરકાર હસ્તગત કરેલ .

ડો. ચિખલીયાએ જણાવેલ કે તેમની ત્રિમુર્તિ હોસ્પિટલ ૧૨ આઇસીયુ ,  આટ વેલ્ટીલેટર  અને અનુભવી તબીબી સ્ટાફ ધરાવે છે. વધુ ૧૦ વેન્ટીલેટર મુકવામાં આવશે.

ત્રિમૂર્તિ હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ ઓફ જૂનાગઢ તરીકે હસ્તગત થતાં આ હોસ્પિટલને કોરોના સારવારમાં ફેરવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.

ડો. ચિખલીયાએ જણાવેલ કે, તેમની હોસ્પિટલમાં હાલ રહેલા પેશન્ટોને અન્ય હોસ્પિટલમાં ખસેડાશે.

આમ ડો. ચિખલીયાનાં સામાજિક ઉતર દાયિત્વને કારણે જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં ૧૦૦ બેડ બાદ ત્રિમૂર્તિ હોસ્પિટલની ૧૩૦ બેડની સુવિધ ઉપલબ્ધ બની છે.

ડો. ચીખલીયાનાં આ ઉમદા પગલાને આવકારી ઠેરઠેર તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. (પ-૧ર)

(12:48 pm IST)