Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સુરેન્દ્રનગર જિલ્લાના શ્રેષ્ઠીજનો અને સામાજિક-સ્વૈચ્છિક તથા ધાર્મિક સંસ્થાઓની સાથે સરકારના કર્મયોગીઓનું ૧ કરોડથી વધુનું અનુદાન

કોરોના વાયરસ સામેના જંગમાં ઝાલાવાડની સખાવત

કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશ અને દુનિયા લડી રહયા છે. પ્રત્યેક દેશ તેના નાગરિકોને આ મહામારીના સમયમાં બચાવવા માટે કટીબધ્ધ બન્યો છે, તેવા સમયે ભારત વર્ષના નાગરિકોને કોરોના વાયરસથી મુકત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપાડેલા અભિયાનમાં ગુજરાત સરકારની સાથે પ્રત્યેક ગુજરાતીઓ પણ જોડાયા છે. જેના પરિણામે આ અભિયાન એ સાચા અર્થમાં કોરોના મહામારી સામેના જંગ માટેનું જન અભિયાન બન્યું છે.

કોરોના વાયરસથી ગુજરાત સહિત ભારત દેશ મુકત બને તે માટે રાજય અને કેન્દ્ર સરકારને અનેક લોકો, સંસ્થાઓ યથાશકિત આર્થિક રીતે સહયોગી બની રહયા છે. તેવા સમયે દાતારીના મલક એવા ઝાલાવાડના શ્રેષ્ઠીજનો, સામાજિક – સ્વૈચ્છિક - ધાર્મિક સંસ્થાઓ કેમ પાછળ રહે ?

કોરોના રૂપી આફતમાંથી ગુજરાતના નાગરિકોને બહાર લાવવા રાજય સરકારના કાર્યોમાં સહભાગી બનવા શ્રેષ્ઠીજનો અને સંસ્થાઓની સાથે સરકારના કર્મયોગીઓ પણ જોડાઈને યથાશકિત આર્થિક યોગદાન આપ્યું છે. જેના પરિણામે અત્યાર સુધીમાં ઝાલાવાડમાંથી રૂપિયા ૧ કરોડથી વધુનું અનુદાન મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં જમા થયું છે.ઙ્ગ

આ અનુદાનની વિગત જોઈએ તો સુરસાગર ડેરી દ્વારા રૂપિયા ૫૧ લાખ, ચોટીલા ચામુંડા મંદિર દ્વારા રૂપિયા ૨૫ લાખ, મૂળી સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂપિયા ૧૧ લાખ, શ્રી વચ્છરાજદાદા ગૌ સેવા ટ્રસ્ટ, વચ્છરાજ બેટ દ્વારા રૂપિયા ૩.૫૧ લાખ, ઓમેક્ષ કોટસ્પીન પ્રા. લિ. - ધ્રાંગધ્રા દ્વારા રૂપિયા ૨.૫૧ લાખ, થાનગઢ ચેમ્બર ઓફ કોમર્સઙ્ગ અને શ્રી શકિત તિર્થધામ ચેરીટેબલ ટ્રસ્ટ ગૌશાળા –સુરેલ દ્વારા રૂપિયા ૧,૧૧,૧૧૧, શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટામંદિર, લીંબડી દ્વારા રૂપિયા ૧.૧૧ લાખ, મહંતશ્રી કબીર આશ્રમ, લીંબડી દ્વારા રૂપિયા ૧ લાખ, સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક દ્વારા રૂપિયા ૭૧ હજાર, અંબુજા સીરામીક દ્વારા રૂપિયા ૫૧,૧૧૧, શ્રી ભરતગીરી મહાદેવગીરી ગોસ્વામી અને મહેતા પાનાચંદ ઠાકરસી વિદ્યાર્થી ભુવન દ્વારા રૂપિયા ૫૧ હજાર, એકલવ્ય વિદ્યાલય, ચુડા દ્વારા રૂપિયા ૩૩ હજાર, શ્રી જયસુખલાલ પારેખ દ્વારા રૂપિયા ૩૨,૯૨૧, શ્રી જીલુભાઈ ધાધલ દ્વારા રૂપિયા ૨૭,૨૫૦, સવારામ બાપા મિત્રમંડળ, પીપળીધામ દ્વારા રૂપિયા ૨૫ હજાર, શ્રી બાલમશા દાદા સેવા ટ્રસ્ટ, નાના અંકેવાળીયા દ્વારા રૂપિયા ૨૧ હજાર, જય ભવાની મીનરલ્સ અને વઢવાણ પ્રાથમિક શાળા-૧૫ ના મદદનીશ શિક્ષકશ્રી નિલેશકુમાર સોલંકી દ્વારા રૂપિયા ૧૧ હજાર અને ખોડુ કુમાર પે સેન્ટરઙ્ગ શાળાના મદદનીશ શિક્ષકશ્રી દ્યનશ્યામસિંહ પરમાર દ્વારા આપવામાં આવેલ રૂપિયા ૫ હજારનુ અનુદાન મળી ઝાલાવાડમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧ કરોડથી વધુનું અનુદાન મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માટે આપીને ઝાલાવાડના આ શ્રેષ્ઠીજનો- સંસ્થાઓએ અન્નદાનની સાથે અનુદાન થકી તેમની સખાવતનો પરિચય દેશ-દુનિયાને આપ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જયારે – જયારે રાજય – રાષ્ટ્ર ઉપર કુદરતી – માનવ સર્જિત આફતો આવી છે, ત્યારે – ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શ્રેષ્ઠીજનોની સાથે ધરમની ધજા ફરકાવતા લોકોની આસ્થાના સ્થાનકો અને સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ હંમેશા આગળ આવી આર્થિક રીતે સહયોગી બની છે, અને આપત્ત્િ।ના સમયમાં લોકો - સરકારનીઙ્ગ પડખે ઉભા રહીને ઝાલાવાડના આ પાણીદાર લોકો - સંસ્થાઓએ તેની સખાવતની પ્રતિતિ થકી હુંફ પુરી પાડી

(12:48 pm IST)