Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉન વચ્ચે વઢવાણમાં સરકસનાં પશુ-પ્રાણીઓ માટે ઘાસની વ્યવસ્થાઃ સંસ્થાઓ દ્વારા કર્મચારીઓને ભોજન

વઢવાણ મહાજન દ્વારા સરકસના પ્રાણીઓને ઘાસનું અનુદાન આપવામાં આવ્યું જે તસ્વીરોમાં સરકસના પ્રાણીઓ ખાતા નજરે પડી રહ્યા છે(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

વઢવાણ, તા.૮: સુરેન્દ્રનગરનાં વઢવાણમાં લોકડાઉન વચ્ચે પશુ-પંખી અને પ્રાણીઓને હેરાનગતી થઇ રહી છે ત્યારે વઢવાણમાં આવેલ સરકારનાં પશુઓ અને પ્રાણીઓની મદદે પાંજરાપોળના સેવાભાવીઓ અને દાતાઓ આવ્યા છે. વઢવાણમાં આવેલા સરકસમાં પશુ-પ્રાણીઓ માટે દરરોજ ૩૫ થી ૪૦ મણ ઘાસની જરૂરીયાત હોવાથી વઢવાણ મહાજન પાંજરાપોળના સભ્યોએ જવાબદારી ઉપાડી લીધી હતી. આ ઉપરાંત સેવાભાવીઓ અને દાતાઓ પણ મદદે આવ્યા હતા.

જયારે સરકસના ૮૦ થી ૯૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવી છે.

(12:46 pm IST)