Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જામનગરમાં રાજય મંત્રી હકુભા જાડેજાએ લીધી જામનગર જી.જી.હોસ્પિટલની મુલાકાત

જામનગરઃ COVID-૧૯ માટે ખાસ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સાતસો બેડની COVID-૧૯ હોસ્પિટલનું નિરીક્ષણ કરી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ માહિતી મેળવી હતી. કોરોના વાઇરસના કહેર સામે રાજય મંત્રીએ ચિંતા પણ વ્યકત કરી હતી. કોરોના ને પગલે હોસ્પિટલમાં અપાતી સારવાર અંગે પણ માહિતી મેળવી હતી. અને જામનગરના દરેડ ખાતે ૧૪ માસ ના બાળકને કોરોના પોઝિટિવ છે. જેની સ્થિતિ અંગે પણ વિગતો મેળવી હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસવીરોઃ કિંજલ કારસરીયા જામનગર)

(12:06 pm IST)