Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોનાથી મુકિત આપોઃ હનુમાન જયંતિ નિમિતે પ્રાર્થના

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બજરંગબલીની જન્મ જયંતિની સાદાઈથી ઉજવણી

પ્રથમ તસ્વીરમાં શ્રી સાળંગપુર હનુમાનજી, બીજી તસ્વીરમાં ટંકારા સ્થિત વિશાળ હનુમાનજીની મૂર્તિ તથા ત્રીજી તસ્વીરમાં જોડીયાધામની રામવાડીમાં હનુમાનજી નજરે પડે છે. (તસ્વીર : હિતેષ રાચ્છ(વાંકાનેર), હર્ષદરાય કંસારા-ટંકારા) 

રાજકોટ, તા. ૮ :. આજે હનુમાન જયંતિની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી છે. 'કોરોના'ના કારણે લોકોમાં ભારે ચિંતા છે, ત્યારે કોરોનાથી મુકિત આપવા હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવી છે.

સાળંગપુર શ્રી હનુમાનજી મંદિરે પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

સંકટોને દૂર કરનારા દેવનો જન્મોત્સવ એટલે ચૈત્ર સુદ પૂર્ણિમા. ૮મી એપ્રિલ, બુધવારે હનુમાન જન્મોત્સવના દિવસે શ્રધ્ધાળુઓ કોરોનારૂપી મહામારી વિશ્વમાંથી નાશ પામે તે માટે પ્રાર્થના કરીને કોરોના મહામારીને પગલે લોકડાઉનથી ભકતો ઘરે બેસીને હનુમાનજીનું સ્મરણ, હનુમાન ચાલીસા કે સુંદરકાંડનું પઠન કર્યુ હતું.

સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પણ બુધવારે હનુમાન જન્મોત્સવના રોજ કોરોનાને પગલે લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે અને ઓનલાઈન દર્શન થઈ શકશે. સંતો દ્વારા પૂજન-અભિષેક થશે એમ કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યુ છે.

વાંકાનેર

વાંકાનેર : જામનગર જિલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર 'રામવાડી' પ.પૂ.પ્રાતઃ સ્મરણીય સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના સ્થાનમાં પૂ. મહંતશ્રી ભોલેદાસજીબાપુની તપોભૂમિ રામવાડી આશ્રમમાં બિરાજમાન શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના મંદિરે પ્રતિ વર્ષે સામૂહિકમાં સુંદરકાંડની પ્રત્યેક ચોપાઇ દ્વારા પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞ, મહાઆરતી-મહાપ્રસાદ-બટુક ભોજન જેવા વિવિધ કાર્યક્રમો શ્રી હનુમાન જયંતિના પવાન પર્વે ઉજવાય છે, પરંતુ દાદા કોરોના વાઇરસનો મહાસંકટ અને લોકડાઉન હોવાથી સરકારશ્રીના આદેશ અનુસાર આજે હનુમાન જયંતિના જોડીયાની રામવાડીમાં કોઇપણ કાર્યક્રમ રાખેલા નથી તેમજ આવા સંકટના સમયે કેવલ સવારના શ્રી હનુમાનજી દાદાનું પૂજન-અર્ચન વિધિ રામવાડીના સેવક હીરેનભાઇ વડેરાએ કરેલ હતું. સૌ ભકતજનો શ્રદ્ધાથી હનુમાન ચાલીસાના પાઠ કરી આવા સંકટમાંથી છૂટી, આજરોજ રામવાડીના પ્રવેશદ્વાર બંધ છે. જેથી ભાવિકોને જાણ કરવામા આવે છે.

ટંકારા

 ટંકારા : તાલુકાના હમીરપુર ગામે હમીરપરના નિવાસી હાલ હૈદરાબાદ રહેવાસી રતીલાલ બેચરભાઇ ભોરણીયા પરિવાર દ્વારા વીસ ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે.

આજુબાજુની જગ્યામાં વિશાળ ચોક ટાઇલ્સ પાથરી બનાવેલ છે. બેસવાના સીમેન્ટના બાંકડાઓ ફીટ કરાયેલ છે. આજુબાજુની જગ્યામાં પચાસેક જેટલા ફુલઝાડ વાવવામાં આવેલ છે. દરરોજ પુજા-આરતી થાય છે.

હનુમાન જયંતીના આજના દિવસે આજુબાજુના કારખાનામાં રહેતા પરપ્રાંતિય મજૂરો દ્વારા પુષ્પ, આકડાના પાન, તથા શ્રીફળ વધેરી પુજા કરાયેલ.

હમીરપરના ગ્રામજનોને લોકડાઉનના કારણે બહાર નીકળવાની મનાય છે

વાંકાનેર

વાંકાનેર : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા સાળંગપુર આજના હનુમાન જયંતીની દાદાને અનોખો શણગાર સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરે આજે સવારના સંતો દ્વારા દાદાનું પૂજન અભિષેક પૂજા અન્નકોટ સવારની મંગળા આરતી મારૂતિ સ્ત્રોતમ પાઠ કોરોના વાયરસના લોકઅપ હોવાથી સામૂહિક કાર્યક્રમ રદ સાદાઇથી ઉજવણી કરવામાં આવી કોરોના વાઇરસથી બચાવવા માટે દાદાને સંતો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

(12:01 pm IST)