Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

દેવભૂમિ જીલ્લાને જોડતા પોરબંદર-જામનગરના માર્ગો ઉપર ખાસ ચેકપોસ્ટ : ભાણવડ રોડ ઉપર સતત ચેકીંગ વ્યવસ્થા

ખંભાળીયા, તા. ૮ : પોરબંદર તથા જામનગર જિલ્લાઓમાં પોઝીટીવ કેસ થયા હોય દેવભૂમિ જિલ્લો હજુ પોઝીટીવમાં ના આવ્યો હોય જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ બન્ને જિલ્લાને જોડતા તમામ રસ્તાઓ પર ખાસ ચેકસ્પોસ્ટ ઉભી કરીને સઘન ચેકીંગ શરૂ કરાયું છે.

ખંભાળીયા-જામનગર રોડ પર, ખંભાળીયા ભાણવડથી જામજોધપુર જતાં રસ્તા પર તથા પોરબંદર રોડ પર એમ ત્રણ સ્થળે ચેકપોસ્ટ શરૂ કરાઇ છે તથા વાડીનાર પાસે દેવરિયા પાસે પણ ચેકપોસ્ટ શરૂ કરાય છે.

જે વાહનો નીકળે તેમની પણ ખાસ રજિસ્ટરમાં એન્ટ્રી નાખવામાં આવે છે તથા મોબાઇલ સાથે નોંધ કરીને ચેકીંગ પણ કરવામાં આવે છે.

જિલ્લાઓના રસ્તાઓ પર કડક ચેકીંગ તથા સીલ કરવા જેવી સ્થિતિ થતાં વાહન ચાલકોનો ધસારો પણ અત્યંત ઓછો થયો છે.

ભાણવડ તથા પોરબંદર તરફથી આવતા રોડ પર લોકો વાહનો ખાસ કરીને ટુ વ્હીલર લઇને ખંભાળીયામાં કારણ વગર આવતા હોય તેવી જાણકારી જિલ્લા પોલીસ વડા રોહન આનંદને થતાં તેમણે બે દિવસની ખંભાળીયામાં પોરબંદર રોડ તથા ભાણવડ રોડના ત્રણ રસ્તા જયાં મળે ત્યાં હથિયારધારી પોલીસજવાનો સાથે ચુસ્ત ચેકીંગ કરવા માટે ખાસ ચેકપોસ્ટ બનાવીને શરૂ કરી છે.

જો કે કોરોનાના લોકડાઉનની ગંભીરતાના સમજતા લોકો સામે હજુ પણ કાર્યવાહી કરવી પડે છે તથા જાહેરનામાં ભંગના જિલ્લામાં રોજ ૪૦-પ૦ કેસો પણ થતાં હોય તંત્ર દ્વારા આવા કડક પગલા વારંવાર લેવામાં આવી રહ્યા છે.

(11:58 am IST)