Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂ.૩.ર૬ કરોડનો ચેક વિજયભાઇને અર્પણ

વાંકાનેર તા. ૮ : સાળંગપુર શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરના પ.પૂ. કોઠારી સ્વામી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી તેમજ પુ.ડી.કે.સ્વામીના જણાવ્યા અનુસાર વડતાલ શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય દ્વારા કોરોના મહામારી સહકાર તથા આમ જનતાને વિવિધ પ્રકારની પ્રાથમીક જરૂરીયાતોની સહાય અત્યારે થઇ રહેલ છે. પ.પૂ. ઘ.ઘુ.૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સદ્દગુરૂ પૂ.સંતોની નિશ્રામાં સંપ્રદાયના ૧૯૦૦ ઉપરાંત સંતો-હજારો હરિભકતો સેવામાં જોડાયા છે. આવા સંકટના સમયે શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયની અમદાવાદ- વડતાલ ગાદીના તાંબાના મંદિર-ગુરૂકુલોની કોરોના વાયરસની મહામારીના સંકટ સમયે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કોરોના રાહત ફંડમાં ત્રણ કરોડને છવ્વીસ લાખનો ચેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરેલ છે.

શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયની અમદાવાદ-વડતાલ ગાદિના તાંબાના મંદિર ગુરૂકુલોની કોરોના વાયરસની મહામારીના સંકટ સમયે જરૂરીયાતમંદ લોકો તથા પોલીસ કર્મીઓ માટે ભોજન પ્રસાદ શ્રી સ્વામીનારાયણ મંદિર-વડતાલમાં આઇસોલેશન માટે પ૦૦ રૂમો-શ્રમજીવી માટે જમવાની વ્યવસ્થા-પશુઓ  માટે ઘાસચારાથી વ્યવસ્થા તેમજ સાળંગપુર મુકામે આવેલ શ્રી કષ્ટ ભંજનદેવ હનુમાનજીદાદાના મંદિરમાં અનોખી સેવા અત્યારે ચાલુ છે તેમજ જુનાગઢ-અમદાવાદ-કણભા-ભાવનગર-રણજીતગઢ, વડોદરા-છારોડી-ઉમરેઠ-ખંભાત-ઠાકોર-સિહીલ-સુરત-ગોંડલ-હરિયાણા-બાપુનગર-ખીરસરા-ચાણોદ-બુધેજ-વાસદ-રીબડા-ધ્રાંગધ્રા-જેતલપુર-જલગાંવ-રાજપીપળા વિગેરે સ્વામીનારાયણ મંદિર ગુરૂકુલમાં સેવાયજ્ઞ અત્યાર ચાલે છે.(

(11:41 am IST)