Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ટંકારામાં અનુ. જાતિના સ્મશાનમાંઅસામાજીક તત્વો દ્વારા તોડફોડ

બાંકડા-ઝાડની ડાળીઓ તોડી નાખીઃ અસામાજીક તત્વો સામે કડક પગલા ભરવા સમાજના આગેવાનોની પોલીસને રજૂઆત

તસ્વીરમાં તોડફોડ કરાયેલ બાંધડાઓ નજરે પડે છે. (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

 ટંકારા તા. ૮: ટંકારામાં કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ટંકારામાં અનુ.જાતિના સ્મશાનમાં અસામાજીક તત્વોએ બેસવાના બાંકડાઓ ઝાડો, ઝાડની ડાળીઓ તોડી નાંખી છે. સીમેન્ટના બાંકડાઓ ઉખેડીને ફેંકી દઇ આતંક મચાવેલ છે.

આ અંગે જાણ થતા સમાજના રમેશભાઇ રાઠોડ, વિઠલભાઇ, કાનાભાઇ વિગેરે દોડી ગયેલ. અનુ. જાતિના લોકોએ ટંકારાના માજી સરપંચ કાનાભાઇ ત્રીવેદી, પંચાયત સદસ્ય સલીમભાઇ અબ્રાણી, રસીકભાઇ દુબરીયાને જાણ કરતા સ્થળ નીરીક્ષણ કરેલ અને આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી અસામાજીક તત્વોને ઝેર કરવા અને તેની સામે કડક કામ લેવા રજુઆત કરી હતી. (૭.૧ર)

 

સાવરકુંડલાઃ અમદાવાદમાં છુપાયેલા  તબલીગી જમાતના લોકોના નામ આપવા માંગ

દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખનો જિલ્લા પોલીસ વડાને પત્ર

 સાવરકુંડલા, તા., ૮: દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે રાજયના પોલીસવડા શિવાનંદ ઝા તથા પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાને એક પત્ર પાઠવી તબલીગી જમાતના લોકો અમદાવાદમાં કયાંય રોકાયા હોય અથવા છુપાયા હોય તેમના નામ અપાશે તો પોતે દરીયાપુર મરકઝના આગેવાન માસ્ટર આરીફ  તથા જમીયતે ઉલમા હિન્દના ઉપપ્રમુખ મુફતી અબ્દુલ કૈયુમની મધ્યસ્થતાથી ર૪ કલાકમાં તપાસ માટે હાજર કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે બાકી રહેતા બે સ્થળો ગંજ શૌહદા કબ્રસ્તાન, દાણી લીમડા અને મિલ્લતનગર મળી કુલ બે જમાતના અંદાજે ર૬ લોકો કવોરેન્ટાઇન માટે બાકી રહે છે. તેમને પણ સ્વૈચ્છીક તબીબી તપાસ માટે તબીબી અધિકારીઓ તેમજ તંત્રને સામેથી જાણ કરી દેવામાં આવી છે.

ધારાસભ્ય શ્રી ગ્યાસુદીન શેખ અને જમીયતે ઉલમાએ હિન્દના અગ્રણી મુફતી અબ્દુલ કૈયુમસાહબ હાજર રહયા હતા અને લોકોને અપીલ કરી હતી કે જે કોઇ લોકો તાજેતરમાં ગમે ત્યાં બહારગામ જઇ આવ્યા હોય તે લોકો સ્વૈચ્છીક રીતે બહાર આવે અને પોલીસ તથા તબીબોનો સંપર્ક કરી પોતાનું ચેકઅપ કરાવે.

(11:40 am IST)