Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ધોરાજીમાં શબે બરાતના મસ્જીદ-કબ્રસ્તાન નહીં જવા ધર્મગુરૂઓ તંત્ર દ્વારા નિર્ધાર થયો

ધોરાજી,તા.૮:ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી એ મુસ્લિમોનો સબ એ બરાત નો તહેવાર આવતો હોય અને આવા સમયે વધુમાં વધુ મુસ્લિમ લોકો કબ્રસ્તાન ખાતે દુઆ કરવા જતાં હોય છે ત્યારે હાલમાં કોરોનાવાયરસને કારણે ૧૪૪ની કલમ અને જાહેરનામુ ચાલતું હોય ત્યારે મસ્જિદો અને દરગાહ ખાતે તેમજ કબ્રસ્તાનમાં નમાઝ કે દુઆ પઢવા ન જાય તે હેતુથી ધોરાજીના નવ જેટલા આલેમાં ઓની બેઠક ત્રણ દરવાજા ખાતે યોજી હતી

ડે.એસપીઙ્ગ મહર્ષી રાવલની અધ્યક્ષતામાં મુસ્લિમ ઓલેમાઓ દ્વારા સબ એ બરાતની ઉજવણી ધોરાજીના મુસ્લિમો નહિ કરે એવી સૌવતી મુફ્તી મુનવર રઝા વિગેરેઓ દ્વારા તંત્રને બાહેધરી આપવામાં આવી હતી.

સબ એ બરાત નહિ ઉજવવા માટે મુસ્લિમ આલેમા ઓ દ્વારા નિર્ધાર કરવામાં આવેલ છે. હાલ કોરોનાના સંક્રમણને લઈ  લોકડાઉન છે.અનુસંધાન તંત્ર ને સહયોગ આપવા અને કબ્રસ્તાન અને મસ્જિદ માં ન જવા માટેલોકો ને અપીલ કરવામાં આવી હતી.

આ સમયે તંત્રએ તમામ મુસ્લિમ સમાજના ધર્મગુરૂઙ્ગ મુફ્તી આલેમાં નો આભાર માન્યો હતો અને ધોરાજીના મુસ્લિમ સમાજને જણાવેલ કે ધર્મગુરુઓએ પણ આદેશ કર્યો છે જેથી શુક્રવારના રોજ મુસ્લિમ સમાજ જાહેરમાં બહાર ન નીકળે તેમજ દરગાહ મસ્જિદ કે કબ્રસ્તાન ખાતે દુઆ કે નમાજ પઢવા ન જવા બાબતે વિનંતી કરી હતી.

આ સમયે ધોરાજીઙ્ગ મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોજ લક્કડકુટા ધોરાજી રાણા સમાજના અગ્રણી મકબુલભાઈ ગરાણા વિગેરે અગ્રણીઓએ વ્યવસ્થા સંભાળી હતી અને મુસ્લિમ સમાજે આ બાબતે ગંભીરતા લઈ જાહેરમાં ન નીકળવા બાબતે પણ અપીલ કરી હતી.(

(11:40 am IST)