Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ગોંડલના દેવડા ગામની પટેલ પરીણિતાને આપઘાત માટે મજબૂર કરનાર પતિ અને સાસરીયા સામે ગુનો નોંધાયો

રાજકોટ, તા. ૮ :. ગોંડલના દેવડા ગામે પટેલ પરીણિતાને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિ અને સાસુ-સસરા સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના દેવડા ગામે રહેતી પરીણિતા કાજલબેન નીશિતકુમાર પાઘડાળે ગત તા. ૧ના રોજ ઝેરી દવા પી જતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

દરમિયાન આ બનાવ અંગે મૃતક પટેલ પરીણિતાના પિતરાઈ ભાઈ મહેશ કડવાભાઈ સતાસીયા રહે. બામણગઢ, તા. ભેસાણએ મૃતક પરીણિતાના પતિ નીશિતકુમાર પાઘડાળ, સાસુ ભાનુબેન પાઘડાળ તથા સસરા રમણીકભાઈ પાઘડાળ રહે. ત્રણેય દેવડા સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ મૃતક પારૂલબેનને સાસુ તથા સસરા 'તને કામ આવડતુ નથી, તારા બાપે કંઈ શીખડાવેલ નથી' તેમ કહી ઘરકામ બાબતે ત્રાસ આપી હેરાન કરતા તેમજ પતિએ સાસુ અને સસરાની ચડામણીથી દહેજની માંગણી કરી ત્રાસ આપી પારૂલબેનને આપઘાત માટે મજબૂર કરી હતી. આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે પતિ તથા સાસરીયા સામે ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ તાલુકાના પીએસઆઈ અજયસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.(

(12:15 pm IST)