Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડને મંજુરી

મોરબી,તા.૮: ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ૧૦૨ બેડની સુવિધા સાથેની મોરબીની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ છે મોરબીમાં એક પોઝીટીવ કેસ આવ્યો છે તેમજ શંકાસ્પદ લક્ષણો બાદ આઈસોલેશનમાં અનેક વ્યકિતઓને હાલ સિવિલ હોસ્પિટલ રાખવામાં આવે છે જોકે ત્રીજા સ્ટેજમાં સ્થિતિ વધુ વણસે અને જરૂરત ઉભી થાય તો ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની તૈયારી તંત્રએ કરી હતી જેને પગલે રાજકોટ મેડિકલ કોલેજમાંથી એક મેડિકલ નિષ્ણાંત ટીમ સર્વે માટે આવી હતી જેમાં તમામ મોટી ખાનગી હોસ્પિટલમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડ લાઈન પ્રમાણે સર્વાંગી મુલ્યાંકન થયેલ જેમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સૌથી સારી સુવિધા ધરાવતી હોસ્પિટલ હોય જેથી તંત્ર દ્વારા ક્રિષ્ના હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.

ક્રિષ્ના હોસ્પિટલના ડોકટર ભરત કૈલા અને ડોકટર વિનોદ કૈલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલ ઉપરાંત ક્રિષ્ના હોસ્પિટલમાં ૧૦૦ બેડની સુવિધા સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવનાર છે અને જરૂરત પડે તો કોરોનાને પગલે સર્જાતી દરેક સ્થિતિને પહોંચી વળવા ડોકટરોની ટીમ કટિબદ્ઘ છે.(

(12:13 pm IST)