Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મોરબી જિલ્લા તિજોરી કચેરી દ્વારા ૫૫૦૦થી વધુ પેન્શનરોને પેન્શન ચુકવ્યાં

મોરબી,તા.૮: હિસાબી વર્ષના અંતિમ મહિનાની કામગીરીને અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા તિજોરી કચેરીને અને જિલ્લા પેન્શન ચુકવણા કચેરીને નિવૃત્ત્। લોકોને નાણાંકીય મુશ્કેલી ના પડે તેમજ પગારની ચુકવણી સહિતની નાણાંકીય વ્યવસ્થાઓ સચવાય તે માટે કોરોના લોકડાઉન દરમિયાન ઉચિત વ્યવસ્થા અન્વયે કામગીરી ચાલુ રાખવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા.

જિલ્લા પેન્શન ચુકવણા અધિકારીશ્રીઙ્ગબી.કે.પાઘડાળઙ્ગજણાવ્યું કે કોરોના કટોકટીના વિકટ સંજોગોમાં રોટેશન હેઠળ મોડે સુધી કામ કરીને તેમની કચેરીએ ૫૫૦૦ થી વધુ પેન્શનરોને માર્ચ મહિનાના પેન્શનની સમયસર ચુકવણી કરી છે. આ નિષ્ઠાસભર કામગીરીને સમસ્ત પેન્શન મંડળોએ પણ બિરદાવી છે.

તેમણે જણાવ્યું કે લોકડાઉન ને લીધે પેન્શનની ચુકવણી ખોરવાય નહિ એ માટે અમે જરૂર પ્રમાણે સ્ટાફને બોલાવી કામગીરી સમયસર પૂરી કરવાનું આયોજન કર્યું હતું. તેમણે હાલના સંજોગોમાં પેન્શનરો કોઈ ખૂબ અગત્યની બાબત સિવાય પેન્શન કચેરીમાં રૂબરૂ આવવાનું ટાળે એવી અપીલ કરી છે.

હિસાબી વર્ષના અંતનો માર્ચ મહિનો હોય જિલ્લા તિજોરી કચેરીએ પણ કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે સુઆયોજિત રીતે વ્યાપક કામગીરી કરી હતી. વરિષ્ઠ જિલ્લા તિજોરી અધિકારીશ્રી બી.કે.પાઘડાળએ જણાવ્યું કે આખા માર્ચ મહિના દરમિયાન ૨૨૪૧ બિલ સ્વીકારીને તેની સામે રૂ.ઙ્ગ૨૬૦ કરોડની ચુકવણી કરી હતી.

(12:10 pm IST)