Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

લીંબડીમાં ઢોરમાર મારીને કાર અને રોકડની લૂંટ કરનારા ૩ ઝડપાયા

વઢવાણ તા ૮ :  પોલીસ અધિક્ષક બગડીયાના આદેશથી ડી.એમ.ઢોલ નાઓએ એલ.સી.બી. ટીમને ફરીયાદી નેજુની નોટો ૨૫ ટકાના ભાવે આપવાની લાલચ આપી, જોટો જોવા માટે લીંબડી મુકામે રૂબરૂ મળવા બોલાવી, સોૈકા ગામે લઇ જઇ ફરીયાદી તથા સાહેદને ઢોર માર મારી, રોકડા રૂા ૫૦૦/- તથા સિયાઝ કાર નં. જીજે-૨૧-એકયુ-૯૦૧૫ વાળી બળઝબરીથી પડાવી લીધી હતી. આરોપીો (૧) શિવરાજસિંહ ઉર્ફે શિવુભા S/O ઇન્દ્રજીતસિંહ હમીરસિંહ ઝાલા જાતે દરબાર, ઉ.વ. ૨૫, ધંધો ખેતીઘરશે. સીકા તા. લીંબડી તથા આરોપી (ર) ઉવેશખાન  S/O  આબીદખાન નિઝામખાન પઠાણ, જાતે મુ.માન, ઉ.વ. ૨૨, ધંધો મજુરી, રહે. લીંબડી, વોરાજીના ડેલામાં, હોસ્પિટલ રોડ, તા. લીંબડી તથા આરોપી (૩) જયંતીભાઇ વનમાળીદાસ પટેલ, જાતે  કડવા પટેલ, ઉ.વ.૬૩ , ધંધો નિવૃત, રહે. મકાન નં ૫૭, યોગેશ્વરપાર્ક, તપોવન બંગલોની બાજુમાં, ૬૦ :ૂટ રોડ, વઢવાણ વાળાને પકડી પુછપરછ કરતા પોતે ઉપરોકત ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેય આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ, મુજબ અટક કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ. ઢોલ, પો.સબ ઇન્સ. વીફઆર. જાડેજા,અ ે.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા પો. હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા વાજસુરભાઇ બાલુભા તથા હિતેષભાઇ જેશીંગભાઇ તથા પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા અમરકુમાર કનુભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા ડ્રા.પો. કોન્સ. ચમનભાઇ જશરાજભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા ગણતરીના સમયમાં ઉપરોકત ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવામાં આવેલ છે.

(3:32 pm IST)