Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

જૂનાગઢમાં બાઇકની ઠોકરે સોની વૃદ્ધનું મૃત્યુ

જુનાગઢ તા.૮: જૂનાગઢમાં રાયજી બાગ પાસે આવેલ શુભમ રેસીડેન્સીમાં રહેતા વલ્લભભાઇ પાલા નામનાં સોની વૃદ્ધ રાયજીબાગથી પોતાના ઘર તરફ જવા રસ્તો ઓળંગી રહયા હતા. ત્યારે પૂરઝડપે નિલેશ કરશનભાઇ ભારદકા નામના મોટર સાયકલ સવારે સોની વૃદ્ધને હડફેટે લેતાં ગંભીર ઇજા થઇ હતી.

આ વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં સારવાર  આપી વિશેષ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં જ વલ્લભભાઇનું મૃત્યુ થયું હતું.

પોલીસે આ અંગે બાઇક ચાલક સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(2:39 pm IST)