Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા બી.એસસી. સેમેસ્ટર-૪ના કેમેસ્ટ્રીની પરીક્ષા બુધવારે

જૂનાગઢ, તા. ૮ :. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ અંતર્ગત બી.એસસી. સેમેસ્ટર-૪નું કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા તા. ૪ એપ્રિલના રોજ બપોરે ૨.૩૦ થી ૫.૩૦ સમય દરમ્યાન યોજાયેલ હતી. આ પરીક્ષા લેવાય એ પૂર્વે બપોરના ૨.૧૧ કલાકે ડો. સુભાષ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ પ્રેમકુમાર લાલચંદાણીએ યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરેલ કે આજે લેવાનાર કેમેસ્ટ્રીનું પેપર વ્હોટસએપ વાયરલ થયેલું જણાય છે. આ અનુસંધાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ કુલસચિવ ડો. મયંક સોની, યુનિવર્સિટી સાયન્સ વિભાગના ડો. અતુલ બાપોદરા, બહાઉદીન કોલેજના પ્રિન્સીપાલ ડો. કે.ડી. ટીલવા અને ડો. સુભાષ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. બલરામ ચાવડાની કમિટીની બનાવતા અને કમિટીએ સઘન તપાસ કરી વાયરલ પ્રશ્નપત્રનો રીપોર્ટ યુનિવર્સિટીના કુલપતિશ્રીને સોંપેલ. તે અનુસંધાને કેમેસ્ટ્રી વિષયનું પેપર રદ કરી, આ વિષયનું પેપર હવે પછી તા. ૧૦ એપ્રિલના રોજ લેવાનો નિર્ણય કર્યો છે તેમજ પેપર લીક કરનાર સામે કાયદાકીય અને કડકમાં કડક પગલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(11:47 am IST)