Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામનગર ખેતી બેન્કનાં બંને કર્મચારીઓએ ધિરાણ બાકી હોવા છતા ખોટા દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યુ

દિપકરામ ભટ્ટ અને સહેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

તસ્વીરમાં ખેતી બેન્ક કચેરી, પોલીસ સ્ટેશન તથા પોલીસ અધિકારી નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરીયા. જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગરની ખેતી બેન્કના કર્મચારીઓ દીપક ભટ્ટ અને સહેન્દ્રસિંહ ઝાલાએ ખેડૂતોના ધિરાણની રૂપિયા બે કરોડની ઉચાપત કરી કૌભાંડ આચાર્યની સીટી એ ડીવીઝનમાં મેનેજરએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગરમાં જૂની RTO કચેરી નજીક આવેલી ખેતી બેંકના બે કર્મચારીઓએ બેંકમાં ખાતા ધરાવતા ખેડૂતોની જાણ બહાર ગેર કાયદેસર વ્યવહાર કરી બે કરોડથી વધુ રકમની ઉચાપત કર્યાનું મોટું આર્થિક કૌભાંડ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. બેંકના જ નિવૃત થયેલા બંને કર્મચારીઓએ છેલ્લા ૬ વર્ષના ગાળામાં ખેડૂતોના ખાતામાંથી ધિરાણ પેટે રકમ ઉપાડી કૌભાંડ આચર્યું હોવાનું જાણ થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અને આ સમગ્ર મુદ્દે બેંકમાં ફરજ બજાવતા જામનગરના ધ્રોલમાં PGVCL પાછળ આવેલ રોયલગ્રીન સોસાયટી ગાંધીચોકમાં રહેતા દિપકરામ જુગતરામ ભટ્ટ અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા નામના બન્ને કર્મચારીઓએ વર્ષ ૨૦૧૪ થી માંડીને ૨૦૨૦ દરમ્યાન છ વર્ષના સમયગાળામાં એક બીજાથી મેળાપીપણુ કરી, બેંકના રેકર્ડમાં ગફલા કરી ચેકચાક, સુધારા વધારા કરી બેંકના જ સીરીયલ નંબર વાળા અને સીરીયલ નંબર વગરના ધીરાણના તારણ મુકતીના પ્રમાણપત્રો, ખેડુતોના ધીરાણની રકમો મુદત વીતી બાકી હોવા છતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સહીઓ કરી ખેડુતોના ધીરાણની રકમો બાકી હોવા છતા ગેરકાયદેસર રીતે ધીરાણની રકમો ચુકતે બતાવી દીધા હતા. ત્યારબાદ તે અંગેના ખોટા પ્રમાણપત્રો આપી તેમાં સહી-સીક્કાઓ કરી ખોટા નો-ડ્યુ સર્ટી તથા પહોચો ખોટી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ખેડુતોને આપી બેંકના રૂપિયા ૨,૦૪,૨૧,૯૯૭ના રકમની ઉચાપત કરી હોવાનું સામે આવતા આ બન્ને કર્મચારીઓ વિરુદ્ઘ બે કરોડથી વધુ રકમની આર્થિક ઉચાપત કરી, વિશ્વાદ્યાત, છેતરપીંડી આચરવા અંગે બેંક મેનેજર વીરજી પ્રતાપજી ઠાકોરે સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને કર્મચારીઓ વિરુદ્ઘ ગુન્હો નોંધી વધુ તપાસ સિટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.જે.જલુએ વધુતપાસ હાથ ધરી છે.

(4:25 pm IST)
  • મુંબઈ શહેરમાં આજે કોરોના ઇન્ફેક્શનના નવા 1,008 કેસ નોંધાયા છે, પરંતુ વાસ્તવિક ચિંતાના સમાચાર ધારાવી તરફથી આવી રહ્યા છે : આજે ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે : છેલ્લે 23 ઓક્ટોબર, 2020 ના રોજ ચાર મહિના પહેલા આ વિસ્તારમાં 18 કેસ નોંધાયા હતા.(ન્યૂઝફર્સ્ટ) access_time 10:27 pm IST

  • સુરતની સુપ્રસિદ્ધ ટેક્સટાઈલ માર્કેટમાં કોરોનાનો રાફડો : ૨૨ લોકો ઝપટે ચડી ગયા : માર્કેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયેલ જેમાં ઍકી સાથે ૨૨ લોકો સંક્રમિત હોવાનું માલૂમ થતા ખળભળાટ access_time 5:40 pm IST

  • વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે : વિજયભાઈ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વ્હેલાસર યોજાશે તેવા સમાચારો વહેતા થયા હતા. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્હેલી ચૂંટણીને નકારી કાઢતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે access_time 4:58 pm IST