Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સંતોના સાનિધ્યમાં વિદ્યા સાથે સંસ્કાર મળેઃ તરવડા ગુરૂકુળમાં રાજયપાલનું ઉદબોધન

અમરેલી જિલ્લાના તરવડા ગુરૂકુળ ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ વૃક્ષારોપણ કરેલ તેમજ સંતો અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.૮ : રાજકોટ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થાની અમરેલી જિલ્લાની તરવડા ગામે આવેલ શાખામાં રાજયપાલે શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા  કહયુ હતુ કે તમે ભાગ્યશાળી છો કે તમારા માતા-પિતાએ તમને ગુરૂકુળમાં ભણવા માટે મોકલ્યા. અહીં સંતોના સાનિધ્યમાં તમને વિદ્યા સાથે સંસ્કાર મળે છે. સંસ્કારમય જીવન છે તે માણસને ઉન્નતિના શિખરે પહોંચાડે છે તમે બધા ગરીબ ખેડુતોના ઘરમાંથી આવો છો. પરંતુ ઓછી સગવડતાએ માણસને મજબુત બનાવે છે. તેમણે ડો. અબ્દુલ કલામ, અબ્રાહ્મ લિંકન તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રારંભીક જીવનની મુશ્કેલીઓને વર્ણવી વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપેલ. તેઓએ કહયું હતુંકે તમે બધા વ્યસનથી દુર રહેજો. પશ્ચિમી સંસ્કૃતિના લોભામણા વાતાવરણથી બચજો. તમારા માતા-પિતા ગુરૂ અને ગુરૂકુલને કયારેય ન ભુલતા.

આ પ્રસંગે તરવડા ગુરૂકુલના મહંતશ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ કહયું હતું કે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતને સફાઇ અભિયાનના યોગે અહીં આવવાનું થયેલ છે. આજે ગુરૂકુળમાં પણ ૧૬૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ આ તમામ સફાઇ સંતો તથા વિદ્યાર્થીઓ જાતે કરે છે એમ કહી ગુરૂકુળમાં અપાતા સંસ્કારોની વિશેષ છણાવટ કરી હતી. તથા ગુરૂકુલ નિર્માણના દાતાઓ તથા ભુતપુર્વ વિદ્યાર્થી મનુભાઇ પટોળીયા તથા ધીરૂભાઇ બાબરીયા વગેરેને યાદ કર્યા હતા. નીલકંઠ ધામ પોઇચા સ્વામીનારાયણ ગુરૂકુળ સુરતના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તેમજ પુર્વ વિદ્યાર્થી રાકેશભાઇ દુધાતે પ્રાસંગિક ઉદબોધન કરેલ.

આ પ્રસંગે ગુરૂકુળના આદર્શ શિક્ષક છગનભાઇ ધોરાજીયા, પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક બીપીનભાઇ ગોજારીયા તથા રાજયકક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વિદ્યાર્થી ભોજાણી કેવીનને રાજયપાલના હસ્તે સન્માનપત્ર એનાયત કરાયેલ. ગુરૂકુળના ચિત્રકાર દ્વારા નિર્મિત રાજયપાલનું સ્કેચ ડ્રોઇંગ અર્પણ કરી ગુરૂકુળના આચાર્યએ રાજયપાલશ્રીનું અભિવાદન કરેલ.

પ્રભુ સ્વામીના જણાવ્યા મુજબ પ્રારંભમાં ગુરૂકુળ વિદ્યાર્થીઓે રાજયપાલનું બેન્ડ વગાડી અભિવાદન કરેલ. તેઓએ ગૌશાળાની ગાયોનું પણ કુમકુમથી ચાંદલો કરી ગાજર તથા મકાઇના ડોડા ખવડાવી ગૌ પુજનનો લાભ લીધેલ ગુરૂકુળ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરેલ અંતમાં ગુરૂકુલમાં જ અમરેલી જિલ્લા કલેકટર આશિષ પોક તથા એસપી નિર્લિપ્તરાયજી ઉદ્યોગપતિ ધીરૂભાઇ બાબરીયા સાથે રહયા હતા.

(1:14 pm IST)
  • સૌરાષ્ટ્રના પોરબંદરના ભાજપના રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઈ મોકરિયાએ આજે રાજ્યસભામાં શપથ લીધા તે સમયની એક ઝલક access_time 6:47 pm IST

  • રાજકોટમાં માં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પઃ કર્મચારીની વિજળીક હડતાલ : કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને ૩ મહિનાથી અનિયમીત અને ઓછો પગાર મળતા ૫ સેન્ટર પર કામગીરી બંધ કરી વિરોધ વ્યકત access_time 11:54 am IST

  • જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના ૪૫૨ પોઈન્ટ ઉભા કરાશે: ઉનાળામાં પાણી માટે પ્રાણીઓને ભટકવું ન પડે તે માટે વન વિભાગનું આયોજન: પ્રાણીઓ માટે મધુવંતી, હિરણ, શિંગોડા, મછુન્દ્રી, રાવલ ડેમમાં પાણી આરક્ષિત access_time 12:59 am IST