Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ઉનામાં મહિલા દિનની ઉજવણી : વિશીષ્ટ પ્રતિભા દીકરીને દત્તક લીધી : સામાજિક કાર્ય કરનાર બહેનોના સન્માન

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા માતૃશકિત વંદના કાર્યક્રમ યોજાયો

(નિરવ ગઢિયા દ્વારા) ઉના,તા. ૮: વિશ્વ મહિલા દિન નિમિત્ત્।ે પ્રાથમિક શૈક્ષણિક સંઘના નેજા હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશકિત વંદના કાર્યક્રમનું આયોજન થયેલ.જેમાં રાજય અને જિલ્લા સંઘના માર્ગદર્શન મુજબ વિવિધ સેવા અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કામ કરતા બહેનોનું સન્માન કરવામાં આવ્યું ઉપરાંત વિશિષ્ટ પ્રતિભા ધરાવતી દીકરીને દત્ત્।ક પણ લેવામાં આવી.

કાર્યક્રમમાં બાળાઓના હસ્તે દીપ પ્રાગટ્ય અને બહેનોના કંઠે મંગલ મંત્ર ધ્વનિ દ્વારા થયો. કાર્યક્રમની શરૂઆતમાં ભાવસિંહ ભાઈ દ્વારા સંઘના પરિચય દ્વારા થઇ.વકતા તરીકે દિપકભાઈ જોષી દ્વારા માતૃશકિત વંદના અંતર્ગત અસરકારક અને પ્રેરણાદાયી વકતવ્ય રહેલ.તેમના વકતવ્યમાં સ્ત્રી સશકિતકરણ અને વિધવા મહિલાઓની સહાય યોજનાઓ અંતર્ગત ધારદાર રજૂઆત કરેલ. ત્યારબાદ શાબ્દિક સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાયેલ.જેમાં આરોગ્ય વિભાગ માંથી પ્રતિનિધિ સ્વરૂપ શ્રી કિંજલબેન રાજા જે લેબ ટેકિનશિયન છે જે ઘણા સંઘર્ષ બાદ આ વ્યવસાયમાં જોડાયેલ છે તેમનું અને ચંદ્રિકાબેન ચૌહાણ કે જેઓ આશાવર્કર છે તેમનું સન્માન કરવામાં આવ્યું. સ્વાધ્યાય પરિવારના પ્રતિનિધિ સ્વરૂપ લીલાબેન મનુભાઈ સોલંકીનું સન્માન તેમજ સંરક્ષણ એટલે કે આર્મીના પ્રતિનિધિ સ્વરૂપે  જલ્પાબેન બાંભણિયા નુ સન્માન  કર્યું હતું.દત્ત્।ક દીકરી અંતર્ગત ગોસાઈ દિયા જે સુંદર ચિત્રો દોરે છે વિકલાંગ બાળક છે તેમના ચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે હમણાં જ તેમને મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ નવાજવામાં આવેલ છે તેમને પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા ઉપાધ્યક્ષ શ્રી ઇન્દુબા દ્વારા દત્ત્।ક લઇ તેમને અને તેમના માતા-પિતાને સન્માનિત કરવામાં આવ્યા.

ગીર સોમનાથ જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ શ્રી ભાવનાબેનના ઘરના સદસ્ય  ધારાબેન મુકેશભાઈ મોરી દ્વારા આમોદ્રા કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ - ૮ના વિદ્યાર્થીની સોલંકી સુરભીબેનને દત્ત્।ક લઇ તેમની માતા શ્રી રમીલાબેનને પણ સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ માતૃવંદના અંતર્ગત મહિલા ઉપાધ્યક્ષ ઇન્દુબાના માતા સમાન સાસુ મધુબેન ને પણ સન્માનિત કરવામાં આવ્યા કેમ કે તેઓના સહકારથી જ બહેને અત્યાર સુધીની સિદ્ઘિઓ હાંસલ કરેલ છે.

રાજયકક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ સન્માનિત થયેલા શ્રેષ્ઠ શિક્ષક અને પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનવામાં આવેલ. ભાવનાબેન સોલંકી રાજયના શ્રેષ્ઠ શિક્ષક તરીકે( અમોદ્રા કન્યા પ્રાથમિક શાળા), ઇન્દુબા ભાલીયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે(રાણવશી પ્રાથમિક શાળા) તેમજ પ્રતિભાશાળી શિક્ષક તરીકે  મીતાબેન સોલંકી(સામતેર પે.સેન્ટર), સીમાબેન સોરઠીયા(ચાચકવડ પ્રાથમિક શાળા),  વંદનાબેન પઢીયાર(વરસીંગપુર પ્રાથમિક શાળા), નીતાબેન ઝાલા (શ્રી રામનગર પ્રાથમિક શાળા),ભૂમિકાબેન(શ્રી સેંજળીયા પ્રાથમિક શાળા) આ ઉપરાંત નિવૃત શિક્ષિકા બેન મિનાક્ષીબેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માન કાર્યક્રમ બાદ જિલ્લામાંથી પધારેલ મહિલા ઉપાધ્યક્ષ ભાવનાબેન સોલંકી દ્વારા રાજયની દત્ત્।ક દીકરી યોજના તેમજ મારી શાળા મારુ તીર્થ અંતર્ગત પ્રેરણાદાયી વકતવ્ય આપેલ. કાર્યક્રમનું સંચાલન ઉના તાલુકા શૈક્ષિક મહાસંઘના સહમંત્રી જિજ્ઞાસા બા દ્વારા કરવામાં આવેલ. તેમજ દરેક બહેનોના શાબ્દિક સન્માન મહિલા ઉપાધ્યક્ષ ઇન્દુબા દ્વારા કરવામાં આવેલ. પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ હર્ષદભાઈ બાંભણિયા, ઉપાધ્યક્ષ  પ્રતાપભાઈ બારડ, ભાવસિંહ ભાઇ જાદવ, જયદીપભાઇ મોરી, હરેશભાઈ ગોસ્વામી, નીલેશભાઈ ઉપસ્થિત રહેલ.

(11:16 am IST)
  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોના આંક ૧૧ હજારને ટપી ગયો, એકલા પુણેમાં કોરોના આંક બે હજારથી વધુ થયો, મુંબઈ અને નાગપુરમાં તેરસો-તેરસો નવા કેસ નોંધાયા: પંજાબમાં ૧ હજાર ઉપર નવા કોરોના કેસ: ગુજરાતમાં આંકડો પોણા છસ્સો ઉપર રહ્યો, ૪ મહાનગરો રાજકોટમાં ૫૮, વડોદરામાં ૭૦, સુરતમાં ૧૨૫ અને અમદાવાદમાં ૧૨૭ કોરોનાના નવા કેસ નોંધાયા: મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ ત્રણ રાજ્યોમાં 14 હજારથી વધુ નવા કેસો access_time 10:23 am IST