Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

નોટબંધી વર્ષ દરમિયાન એક લાખ રૂ.ની લેવડ-દેવડમાં પણ આઇ.ટી.ની નોટીસ

આઇ.ટી.ના વકીલો માટે સીઝન નીકળી, વૃદ્ધો અને મહિલાઓની કફોડી સ્થિતિ

કેશોદ, તા. ૮ :  નોટબંધી વર્ષ ૧પ-૧૬ દરમિયાન એક લાખ રૂ.ની પણ કોઇ સાથે લેવડ-દેવડ કરી હોય તો જરૂરી હિસાબી આધાર-પુરાવા સાથે આઇ.ટી. રાજકોટ ખાતે રૂબરૂ હાજર થવાની નોટીસો મળતા આ વિસ્તારના સંખ્યાબંધ પ્રમાણીક કરદાતાઓના ટેન્શન વધી ગયા છે.

પ્રમાણિક કરદાતાઓના ટેન્શન વધારાની આ હકિકત અંગે સંબંધકર્તાઓ તરફથી જણાવાયું છે કે નોટબંધી વર્ષ દરમિયાન જે લોકોએ રૂ. એક લાખ અથવા તો તેનાથી ઉપરની રકમની લેવડ કોઇપણ વ્યકિત સાથે કરી હોય તો તેવા લોકોને ઇન્કમ ટેકસ વિભાગ, રાજકોટ તરફથી રજીસ્ટર એ.ડી. દ્વારા માત્ર-૩ દિવસમાં આવી રકમની લેતી દેતી ના જરૂરી હિસાબી આધાર-પુરાવા સાથે હાજર થવા જણાવાયું છે. આ રકમ જે તે પાર્ટીના હિસાબી સાહિત્યમાં બતાવવામાં આવેલી છે કે કેમ તે સહિતના અલગ અલગ મુદ્દાઓની ચોખવટ માગવામાં આવી છે. અને આ નોટીસમાં સબંધકર્તા અધિકારીની સહીના માત્ર-૩ દિવસની જ મુદતમાં ઘણા એવા પણ છે કે જેઓને હાજર થવાની મુદત વીતી ગયા પછી રજીસ્ટર એ.ડી.થી નોટીસ મળી છે.

ઇન્કમ ટેકસ વિભાગ તરફથી આવી નોટીસો મળતા જે પ્રમાણિક કરદાતાઓ છે તેઓનું ટેન્શન વધી ગયેલું છે. આવા લોકો એ આ નોટીસ સાથે જરૂરી જવાબ લખાવવા માટે પોતાના વકીલ પાસે દોડવુ ત્યાંથી જવાબ લખાવી જયારે વકીલ કહે ત્યારે રાજકોટ આઇ.ટી. ઓફિસમાં રૂબરૂ આપવા માટે જવાનું આમા ઘણા એવા છે કે જેઓએ રાજકોટની આઇ.ટી. ઓફિસ તો ઠીક રાજકોટ પણ જોયું નહિ હોય.

(3:59 pm IST)