Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જામનગરમાં મહેસુલ કર્મચારીઓ માસ સીએલ ઉપર : ૧૧મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ

જામનગર : સમગ્ર ગુજરાત ભરમાં આજે મહેસૂલ કર્મચારીઓ આજે માસ સીએલ પર છે ત્યારે જામનગરમાં જીલ્લામાં પણ પોણા ત્રણસો જેટલા મહેસૂલ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓ બઢતી, પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. જેને કારણે જામનગરમાં તમામ મહેસૂલ ભવનમાં કામગીરી અટકી પડી છે. અને અરજદારોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. મહેસૂલ ભવનના તમામ ટેબલો સુમસામ દેખાયા હતા. ત્યારે રેશન કાર્ડ, આવકના દાખલા શિટની તમામ કામગીરી માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી. અને જો આ મહેસૂલ વિભાગના કર્મચારીઓની માંગણી નહિ સંતોષાઈ તો આગામી ૧૧ માર્ચ થી અચોક્કસ મુદતની હડતાળ પાડવાનું પણ એલાન કરાયું છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(3:54 pm IST)