Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જામનગરમાં અજાણ્યા ભિક્ષુકનું સારવારમાં મોત

ટયુશન વખતે બેભાન થયેલ મયુરીનું મૃત્યુ

જામનગર, તા.૮: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ ગોપાલભાઈ એન. બહમભટૃએ જામનગર સીટી બી ડિવિઝનમાં જાહેર કરેલ છે કે, તા. ર ના રોજ રણજીતરોડ બેંક ઓફ બરોડાની સામે ફૂટપાથ પર એક અજાણ્યો ભીક્ષુક પુરૂષ ઉ.વ. ૪પથીપ૦નો હોસ્પિટલમાં દાખલ હોય જેનું સારવાર દરમ્યાન કુદરતી બીમારીથી મૃત્યુ પામેલ છે.

પરિણીતાએ ઝેરી ટીકડીઓ ખાદ્યી

અહીં ગોકુલનગર સાયોના શેરીમાં રહેતા હેમતભાઈ ભવાનભાદ દવેની પુત્રી ભાવનાબેન ઉ.વ. ર૬ એ મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, રંજનબેન, મયુરભાઈ, ગૌરવભાઈ રહે. બધા મેંદરડા જી.જુનાગઢવાળાઓએ ફરીયાદીને વારંવાર નાની નાની બાબતમાં શારિરીક માનસિક દુઃખ ત્રાસ આપતા હોય જેથી ફરીયાદીએ કંટાળી આજથી ચારેક મહિના પહેલા પોતાના પિઅયરે આવી ગયેલ અને આજદીન સુધી ફરીયાદીને સાસરીયાઓ તેડવા આવેલ ન હોય જે અંગે લાગી આવતા ઝેરી ટીકડીઓ ખાઈ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

નાઘેડી ગામેથી સગીરાનું અપહરણ

મુળ ખંભાળીયા તાલુકાના લલીયા ગામના અને હાલ નાઘેડી ગામે રહેતા વ્યકિતએ  પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, નાઘેડી ગામેથી જગાભાઈ રતાભાઈ બાંભવા રહે. નાઘેડી, આઈદાન ચારણ રહે. વાછરા અને વેજાભાઈ બાંભવા રહે. નાઘેડીવાળાઓએ ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ગુન્હો કરેલ છે.

અહીં નાનકપુરીમાં રામનાથ કોલોની શેરી નં. ર માં રહેતા દિનેશ દામજીભાઈ માલવી ઉ.વ. ૪૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તેમની ૧૬ વર્ષની દિકરી મયુરીબેન સાંજના ટયુશન ગયેલ અને ત્યાં અચાનક બેભાન થઈ જતાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેણીને મૃત જાહેર કરેલ હતી.

બેરોજગારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાધો

અહીં ભીમવાસ–ર માં રહેતા અજયભાઈ મનસુખભાઈ પરમાર ઉ.વ ર૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે,  તેમનો ર૪ વર્ષનો નાનોભાઈ શૈલેષ એ બેરોજગાર રહેતો હોય તેમજ કામ ધંધો મળતો ન હોવાના કારણે બેરોજગારીથી કંટાળી પોતાના ઘેર ચુંદડી વળે ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.

(3:54 pm IST)