Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સુરેન્દ્રનગરમાં ૧૦ દુકાનોમાં તસ્કરો ત્રાટકયા

સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ

 વઢવાણ, તા. ૮ : શહેરમાં ર૪ કલાક ધમધમતી રહેતી એવી મહેતા મારકેટમાં અંદાજીત મોટા વેપારીઓથી લઇને નાના મોટા વેપારીઓની પ૦૦ જેટલી દુકાનો મહેતા મારકેટમાં આવેલી છે જયાં ગામડાનું હટાણુ લોકો કરવા માટે આવે છે ત્યારે રાત્રીના સમયે પણ ટ્રકો માલસામાન ઠલવવા માટે આવતા હોય છે ત્યારે આવા આ ચોલીસ કલાક ધમધમતા આ વિસ્તારમાં રાત્રીના સમય તસ્કરો તસ્કરી કરવા માટે આવ્યા અને મહેતા મારકેટમાં જુદી જુદી ૧૦ જેટલી દુકાનોને નિશાન બનાવવામાં આવેલ છે. જેમાં નાની મોટી રકમ મળી અંદાજીત દસેક દુકાનોમાં માત્રને માત્ર રોકડ રકમ જ ઉપાડી છે ત્યારે પ૦ હજારથી રકમ તસ્કરો લઇ ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

મહેતા માર્કેટ આટલી મોટી હોવા છતાં દિવસ કે રાત્રીના એકપણ પોલીસ આ વિસ્તારમાં ફરજમાં રહેતો ન હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે વેપારીઓની ૧૦ દુકાનો તૂટતા વેપારીઓમાં ટોળેટોળા ઉમટી પડયા છે. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે વેપારી આલમમાં આ તસ્કરોની રેકી અને એક સાથે ૧૦ દુકાનોને નિશાન બનાવતા વેપારી આલમમાં ભારે રોષ છવાયો છે.

જયારે અગાઉ પણ ૧પ જેટલી દુકાનોને એકીસાથે તાળા તૂટયા હતા ત્યારે પણ વેપારીઓ દ્વારા પોલીસ મૂકવાની માંગ કરવામાં આવેલ હતી. આમ છતાં આજદીન સુધી પોલીસ પણ મૂકાઇ નથી.

(3:53 pm IST)