Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

અમરેલી જિલ્લાના લાઠીમાં તિક્ષ્‍ણ તથા બોથડ હથિયારના ઘા ઝીંકી વિધવા મહિલાની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી: પ્રેમસંબંધમાં હત્યા થયાનું ખૂલ્યું

(અરવિંદ નિર્મલ દ્વારા) અમરેલી : તા.૦૫/૦૩/૨૦૧૯ ના રોજ અમરેલી જીલ્‍લાના લાઠી ટાઉનમાં ભુરખીયા રોડ ઉપરથી એક મહિલાની હત્યા થયેલ લાશ મળી આવેલ હતી. તપાસ દરમ્‍યાન સદરહું લાશ *મંજુબેન મનસુખભાઇ ઉદરગઢીયા, રહે.લાઠી, જી.અમરેલી* વાળાની હોવાનું જાણવા મળેલ. અને મરણ જનારના જેઠ હકાભાઇ બચુભાઇ ઉદરગઢીયા, ઉં.વ.૪૮, રહે.લાઠી, ભગતપરા, જી.અમરેલી વાળાએ પોતાના નાના ભાઇ મનસુખભાઇના વિધવા પત્‍ની મંજુબેન તા.૦૪/૦૩/૨૦૧૯ ના સાંજના સાતેક વાગ્યે ઘરેથી મજુરી કામે જાવ છું તેવું કહી ગયેલ ત્યાર બાદ ઘરે પરત નહીં આવતાં તેમની શોધખોળ કરતાં લાઠીથી એકાદ કિ.મી. દુર ભુરખીયા રોડ ઉપર તિક્ષ્‍ણ હથિયારના ઘા મારી મોત નિપજાવેલ હાલતમાં તેણીની લાશ મળી આવેલ હોય અને કોઇ અજાણ્યા ઇસમે મંજુબેનને કપાળમાં નેણના ભાગે તિક્ષ્‍ણ અને બોથડ હથિયારો વડે ગંભીર જીવલેણ ઇજાઓ કરી ખુન કરી નાંખેલ હોવા અંગે ફરિયાદ લખાવતાં *લાઠી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૯/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦ર  જી.પી.એક્ટ કલમ ૧૩૫* મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ ઉપરોક્ત ખુનનો ગુન્‍હો અનડીટેક્ટ હોય, તેની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી ગુન્‍હો ડીટેક્ટ કરવા અને આરોપીઓ પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. ટીમે મહિલાનું મોત નિપજાવનાર અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરી તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી મરણ જનાર મંજુબેનના સગા સબંધીઓ, પરિચિતોની પુછપરછ કરી તેમનું મોત નિપજાવવા પાછળનું કારણ મેળવવા સઘન પ્રયત્‍નો કરવામાં આવેલ.

 ટેક્નીકલ રીતે તેમજ અંગત સોર્સ મારફતે તપાસ કરી બે શકમંદ ઇસમોને પકડી પાડી તેમની સઘન પુછપરછ કરતાં આ બંને ઇસમોએ મંજુબેનનું ખુન કરેલ હોવાની કબુલાત આપેલ હતી. 

કિરણ ઘુસાભાઇ ડેર, ઉં.વ.૪૮, રહે.કરકોલીયા, તા.લાઠી, જી.અમરેલી અનેભરત કાનજીભાઇ કનાળા, ઉં.વ.૪૫, રહે.નવાગામ (રામપરા) તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ ની ધરપકડ કરી છે

મરણ જનાર મંજુબેન વિધવા હોય અને તેણીને કિરણ ઘુસાભાઇ ડેર સાથે પ્રેમ સબંધ હોય તેઓ અવાર નવાર ફોન ઉપર વાત કરતાં હોય અને મળતાં હોય મરણ જનારની આર્થિક પરિસ્‍થિતી નબળી હોય જેથી *મરણ જનાર અવાર નવાર કિરણ ઘુસાભાઇ ડેર પાસે રૂપીયાની માંગણી કરતાં હોય અને જો રૂપીયા નહીં આપે અને પોતાના પરિવારનું ભરણ પોષણ નહીં કરે તો તારા ઘરે આવીશ અને ઘરે બધાને આપણા સબંધ વિશે જાણ કરી દઇશ તેવી ધમકીઓ આપતાં હોય* જેથી કિરણ ઘુસાભાઇ ડેર એ પોતાના મામાના દિકરા અને સાળા એવા ભરત કાનજીભાઇ કનાળા સાથે મળી મંજુબેનનું મોત નિપજાવવાનું કાવત્રું ઘડેલ હતું. અને *લોકેશન લાઠી ન આવે તે માટે અગાઉ જ કિરણ અને ભરતે પોતાના ફોન ભરતના ઘરે મુકી દીધેલ હતાં.* તા.૦૪/૦૩/૧૯ ના સાંજના આશરે ચારેક વાગ્યે કિરણ તથા ભરત ગુનાહિત કાવતરાંને અંજામ આપવા ભરતના ભાઇ લુણશીભાઇની અલ્ટો ફોરવ્‍હીલ કાર લઇને વાંસાવડનાં રસ્તે થઇ લાઠી આવવા નીકળેલ. અને *બાબરામાં નાના બસ સ્ટેન્ડ પાસે આવેલ એક હાર્ડવેરની દુકાનેથી મંજુબેનને મારી નાંખવા એક લોખંડનાં હાથાવાળું દાંતરડુ ખરીદ કરી* આશરે સાડા છ વાગ્યા આસપાસ લાઠી આવેલ. અને અગાઉ કરેલ પ્લાનીંગ મુજબ ભરતને રામપરા ઉતારી આવ્યા બાદ કિરણ પોણા સાતેક વાગ્યે લાઠી પાણીનાં ટાંકા પાસે પહોંચી મંજુબેનને અજાણ્યા વ્યક્તિના મોબાઇલમાંથી ફોન કરી તને રૂપીયા આપવાનાં છે તો તું સાતેક વાગ્યે ઘરની બહાર ટાંકા પાસે આવજે આપણે દામનગર જવાનું છે તેમ કહી મંજુબેનને બોલાવી અલ્ટોમાં બેસાડી થોડું અંધારું થવા દઇ દામનગરથી થી લાઠી જવા નીકળતાં અને રામપરા ગામ પાસે પહોંચતા ત્યાં અગાઉ નક્કી થયા મુજબ રસ્‍તામાં ભરતે કાર ઉભી રખાવી મારે રાજકોટ આવવું છે તેમ કહી સાથે કારમાં બેસી ગયેલ અને અગાઉ બનાવેલ પ્‍લાન મુજબ ભરતે ગાડીમાં પડેલ દાંતરડું કાઢી કિરણને બતાવી કહેલ કે હું કહું તે પ્રમાણે ગાડી લઇ લે તેમ કહી કિરણને ગાળો આપી ગાડી કરકોલીયા તરફ લઇ જવાનું કહેતાં કિરણે કરકોલીયા તરફ ગાડી જવા દઇ કિરણના કહેવા મુજબ તેમની વાડીએ ગાડી લઇ ગયેલ. અને ત્યાં કિરણ તથા મંજુબેન વાડીમાં ગયેલ અને કિરણની વાડીની બાજુમાં આવેલ વાડીએ જઇને બેસેલ ત્યાં *કિરણે મંજુબેનને ખભ્ભેથી પકડી રાખેલ અને ભરતે મંજુબેનનું મોં તથા ગળું દબાવી દીધેલ. પછી કિરણે મંજુબેનના હાથ પકડી રાખેલ અને ભરતે દાંતરડાથી આ મંજુબેનને માથામાં કપાળનાં ભાગે ઘા મારેલ* અને મંજુબેન તરફડીયા મારતા બંધ થઇ ગયેલ હોય અને મરણ પામેલ હોય આ બન્નેં મંજુબેનની લાશની ટીંગાટોળી કરી, અલ્ટો કારનાં પાછળનાં ભાગે રાખી. વાડીએથી નીકળી કરકોલીયાનાં રસ્તે થઇ, લાશ ફેકી દેવા નીકળેલ અને લાઠી આવી, ફાટક વટી દામનગર રોડ ઉપર મંજુબેનની લાશને નીચે ઉતારી લાશ રોડ ઉપર મુકી દીધેલ. અને ત્યાંથી બાબરા જતાં *રસ્‍તામાં મોબાઇલ ફોન અને દાતરડું ફેંકી દીધેલ* અને રાજકોટ જઇ *કોઇને શંકા ન જાય અને પોતાની હાજરી રાજકોટ હોવાનું જણાય તે માટે દોશી હોસ્પીટલમાં કિરણને કફની બિમારી હોવાનું બતાવી સારવાર કરાવેલ* હોવાની કબુલાત આપતાં બંને ઇસમોને અટક કરી લાઠી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. અને અનડીટેક્ટ ગુન્‍હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. 

               આરોપીઓએ અગાઉ પણ મરણ જનાર મંજુબેનને મોતને ઘાટ ઉતારવા સ્‍વાઇન ફ્લુ ન થાય તેવી દવા છે તેમ કહી ઘંઉમાં નાંખવાના ઝેરી ટીકડાંનો પાઉડર આપેલ હતો પરંતુ મંજુબેને કોઇ કારણોસર આ દવા નહીં લેતા બચી ગયા હતાં.                       

 આ કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી.અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

(3:17 pm IST)